22.9 C
Kadi
Wednesday, November 30, 2022

વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો: મહેસાણાની પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં અશોક ચૌધરી ગ્રુપની પેનલની જીત, ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો


[ad_1]

મહેસાણાએક કલાક પહેલા

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને મામલો સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો લાગ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામે દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની કારમી હાર થતાં વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો લાગ્યો છે. ત્યારે અશોક ચૌધરીની પેનલનો ભવ્ય વિજય થતા પામોલ ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી ગ્રૂપને કારમી હારનો સામનો કરવો પડ્યોકરોડોના કૌભાંડમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં સજા ભોગવી રહેલા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. પામોલ દૂધ મંડળીમાં હોદ્દેદારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી અને 575 માંથી 552 નું મતદાન થયું હતું.

અશોક ચૌધરીની પેનલનો ભારે બહુમતી સાથે વિજય થયો હતોકૌભાંડના ઘેરાયેલા વિપુલ ચૌધરીનું સહકારી સંસ્થાની ચૂંટણી માં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે

575 મતો માંથી 552 મતદારોએ મતદાન કર્યું હતુંમહેસાણાના પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની હાર થઈ છે. જ્યારે હાલમાં ડેરીના ચેરમેન અશોક ચૌધરરીના પેનલની ભવ્ય વિજય થયો છે. પામોલ દૂધ મંડળીમાં 575 મતોમાંથી 552 મતોનું મતદાન થયું હતું. જેમાં અશોક ચૌધરીની પેનલનો ભવ્ય વિજય થયો હતો. જેમાં 11 જેટલા ઉમેદવારનો વિજય થયો છે.

મહત્વનું છે કે પામોલ ગામથીજ વિપુલ ચૌધરીએ પોતાની સભાઓ શરૂ કરી હતી અને વિવાદ શરૂ થયો હતો. જેમાં હરિભાઈ ચૌધરી પર ટીકા ટિપ્પણી કરવા મામલે જેતે સમયે વિવાદ સામે આવ્યો હતો ત્યારે એજ ગામમાં વિપુલ ચૌધરીને ભારે સમર્થન મળ્યું હતું. જો કે, પામોલ ગામમાં હવે વિપુલ ચૌધરી પેનલનો હારનો સામનો કરવો પડ્યો છે.

ગામમાં દિવાળી જેવો માહોલ મહિલાઓ ગરબે ઘૂમીવીજાપુર તાલુકાના પામોલ ગામમાં દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની હાર થઈ હતી. જ્યારે હાલના દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની પેનલનો ભવ્ય વિજય થતા ગામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે યુવાઓએ રાત્રી દરમિયાન ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી ત્યારે મહિલાઓ DJના તાલે ગરબે ઘૂમતી જોવા મળી હતી

સામાન્ય વિભાગમાંથી વિજેતા ઉમેદવાર

(1) ચૌધરી વિષ્ણુભાઈ જીવણભાઈ (281 મત) (2) ચૌધરી સુરેશભાઈ બેચરભાઈ (276 મત) (3) ચૌધરી ભરતભાઈ ડાયાભાઈ (274 મત) (4) ચૌધરી શંકરભાઈ મફાભાઈ (268 મત) (5) ચૌધરી કાનજીભાઈ વેલાભાઈ (266 મત) (6)ચૌધરી રાકેશભાઈ ભગવાનભાઈ (262 મત) (7) ચૌધરી સુરેશભાઈ દેવાભાઈ (258 મત)

સ્ત્રી અનામત બેઠક પર વિજેતા

(1) ચૌધરી કાંતાબેન શંકરભાઈ (279) મત (2) ચૌધરી શારદાબેન કનુભાઈ (269) મત

અનુસૂચિત જનજાતિ બેઠક પર વિજેતા

(1)રાઠોડ અરવિંદભાઈ ખેમાભાઈ (271 મત)

સીમાંત ખેડૂત બેઠક પર વિજેતા

(1)ચૌધરી જશુભાઈ માધાભાઈ 283 મત

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!