23.9 C
Kadi
Tuesday, March 28, 2023

પાટનગરમાં ફાયરિંગ: ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં યુવાનની ગોળી મારીને કરપીણ હત્યા, બાઇક પર આવેલા બે હત્યારાએ અંજામ આપ્યો


[ad_1]

ગાંધીનગરએક કલાક પહેલા

કૉપી લિંક

ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી ઠાકોર (મકવાણા)ની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી છે. બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને નાસી ગયા હતા. આ બનાવના પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો છે.

સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતોગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે 35 વર્ષીય કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. આજે સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.

ફાયરિંગની ઘટના બનતા લોકો એકઠા થયાઆ દરમિયાન સેક્ટર – 11 બીરસા મુંડા ભવન પાસે પલ્સર બાઇક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ કિરણનો પીછો કર્યો હતો. બાદમાં મોકો મળતાં જ પાછળથી રિવોલ્વરથી ગોળી મારીને હત્યા કરીને નાસી ગયા હતા. ઓફિસ સમયગાળા દરમિયાન ફાયરિંગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

​​​​​​​પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરીઆ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, કિરણ સચિવાલય ગૃહ વિભાગમાં રોજમદાર તરીકે છેલ્લા 13 વર્ષથી નોકરી કરતો હતો. આજે પણ રાબેતા મુજબ ઘરેથી સાયકલ લઈને કિરણ નોકરી જવા નિકળ્યો હતો. નિયમિત રીતે કિરણ ઉક્ત રસ્તેથી થઈને સચિવાલય જતો હતો. જેથી પલ્સર બાઇક પર આવેલા બન્ને હત્યારાને કિરણની ગતિવિધિઓની અગાઉથી જાણ હોવી જોઈએ. વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, 9MMની ગોળીથી કિરણની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલમાં ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!