[ad_1]
ડીસાએક કલાક પહેલા
ડીસાની બનાસનદીમાં વધુ એક કિશોર ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજપુર પાસે બનાસ નદીમાં નહાવા જતા 11 વર્ષના કિશોરનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. કિશોરની લાશને મોડી રાત્રે પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
ડૂબી ગયેલા કિશોરનો ફાઈલ ફોટો
11 વર્ષના કિશોરનું ડૂબી જતાં મોત નીપજ્યુંડીસાની બનાસ નદીમાં પાંચ વર્ષ બાદ પાણી આવતા આ વર્ષે નદીમાં ડૂબી જવાથી દસેક વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યારે રવિવારે સાંજે રાજપુર વિસ્તારમાં 11 વર્ષનો કિશોર નદીમાં નહાવા જતા ડૂબી ગયો હતો. ડીસાના મોચીવાસમાં રહેતા ભવ્ય ધવડ નામનો કિશોર ડૂબ્યો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાની મદદથી તેની શોધખોળ હાથ ધરી હતી. ભારે શોધખોળના અંતે મોડી રાત્રે બે વાગ્યે કિશોરની લાશ મળી આવી હતી. મજુરી કરી ગુજરાત ચલાવતા પરિવારનો અને ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળક નું મોત થતા પરિવાર માં માતમ છવાયો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસે તેની લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link