[ad_1]
વડોદરાએક કલાક પહેલા
કોર્પોરેશનના કર્મચારીઓની હડતાળનો સુખદ અંત આવ્યો હતો.
કર્મચારીઓએ હડતાળનું અંતિમ શસ્ત્ર ઉગામતા તંત્ર ઘૂંટણીએ પડ્યું
વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓએ છેલ્લા કેટલાક દિવસોથી પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. આમ છતાં કોઈ પ્રતિસાદ ન મળતા આજથી વર્ગ-1, વર્ગ-4 અને સફાઇ સેવકો મળી 6 હજાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરતા તંત્ર ઠપ થઇ ગયું હતું. જોકે, કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જતાં ફફડી ગયેલા તંત્ર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા હડતાળનો અંત આવ્યો છે અને તમામ કર્મચારીઓ પોતાના કામ ઉપર પરત ફર્યા છે. નોંધનીય છે કે, કર્મચારી મહામંડળ સંગઠનોએ કમિશનરને 6 દિવસનું અલ્ટીમેટમ આપી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી હતી.
કર્મચારી મહામંડળે ચીમકી આપી હતીવડોદરા કોર્પોરેશનના વર્ગ-1 અને વર્ગ-4ના કર્મચારીઓ છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓને લઇ વિવિધ કાર્યક્રમો સાથે આંદોલન ચલાવી રહ્યા હતા. આ ઉપરાંત કર્મચારી મહામંડળ દ્વારા મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ સાતે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે બેઠકો કરી હતી. પરંતુ, બેઠકોમાં કોઇ સકારાત્મક નિવેડો આવ્યો ન હતો. જેથી કર્મચારી મહામંડળ દ્વારા 6 દિવસ પહેલાં મ્યુનિસિપલ કમિશનર અને મેયરને 6 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, જો કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો 26 સપ્ટેમ્બરથી 6 હજાર કર્મચારીઓ એચોક્કસ મુદતની હડતાળ ઉપર જશે.
કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરતા ઓફિસો ખાલીખમ જોવા મળી હતી.
વડી કચેરી ખાતે કર્મચારીઓ ભેગા થયાકોર્પોરેશનના સત્તાધિશો દ્વારા કર્મચારી મહામંડળની ચીમકીને પણ ગંભીરતાથી ન લેતા આખરે 6 હજાર કર્મચારીઓ આજથી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. વડોદરા ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓને બાદ કરતા તમામ વર્ગ-1 અને 4ના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે તમામ કર્મચારીઓ એકઠા થયા હતા. હડતાળને પગલે તમામ વોર્ડ ઓફિસોમાં સન્નાટો જોવા મળ્યો હતો. કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તત્કાલ કર્મચારી મહામંડળ સાથે બેઠક કરી હતી અને વહેલી તકે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપી હતી. પરિણામે મહામંડળ દ્વારા હડતાળનું શસ્ત્ર નીચે મુકી કામ ઉપર લાગી ગયા હતા.
હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ.
હડતાળ સ્થગિત કરવામાં આવીકર્મચારી મહામંડળના પ્રમુખ દેવમુરારીએ જણાવ્યું હતું કે, અમારી ન્યાયીક માંગણી છે. અમે અમારા પ્રશ્નોના નિરાકરણ માટે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. પરંતુ, મ્યુનિસિપલ કમિશનરે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપતા હડતાળ હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. સફાઇ કામદારોનો 720 દિવસની નોકરીના પ્રશ્ને કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને બાકીના પ્રશ્નોના નિરાકરણ માટે લેખિત આપવાની ખાતરી આપતા હડતાળ સ્થગિત કરવામાં આવી છે.
કોર્પોરેશની ઓફિસમાં સન્નાટો.
કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશેમ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા કર્મચારી મહામંડળ સાથે બેઠક કરવામાં આવી છે. કોર્પોરેશન તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કમિટી બનાવવામાં આવશે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કટીબધ્ધ છે. છેલ્લા દોઢ વર્ષમાં કર્મચારીઓના ઘણાં પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યા છે.
24 કલાક ધમધમતી ઓફિસ ખાલીખમ.
તંત્રમાં હડકંપનોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહેલા કર્મચારીઓએ આજે નવરાત્રિના પ્રથમ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જતાં તંત્રમાં હડકંપ મચી ગયો હતો. અને તાબડતોબ કર્મચારી મહામંડળના અગ્રણીઓ સાથે બેઠક કરવાની ફરજ પડી હતી. કર્મચારીઓના તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની લેખિતમાં ખાતરી આપવામાં આવતા કર્મચારી મંડળે હડતાળ પરત ખેંચી હતી અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવતા ખુશી વ્યક્ત કરી હતી.
31 પ્રશ્નો માટે લડત
ઉલ્લેખનીય છે કે, કર્મચારીઓની બદલી, 720 દિવસ તેમજ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મીઓને કાયમી કરવા, ડ્રાઇવરને હોદ્દો આપવો, મહેકમ મુજબની ખાલી જગ્યાઓ ઉપર કાયમી નિમણૂક આપવી, કર્મચારીઓ માટે રીવ્યુ કમિટી બનાવી, ઓવર ટાઈમનું મહેનતાણું ચુકવવું સહિતના 31 જેટલા મુદ્દાઓ અંગે કર્મચારીએ હડતાળનો માર્ગ અપનાવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link