[ad_1]
વડોદરાએક કલાક પહેલા
કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 10 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,00,538 પર પહોંચી ગઇ છે. વધુ 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 99,993 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે.
હોસ્પિટલોમાં 11 દર્દી દાખલવડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 37 થઈ છે. હાલમાં હોસ્પિટલોમાં 11 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી વેન્ટીલેટર પર છે. હાલ શહેરમાં 40 લોકો ક્વોરન્ટીન છે.
શહેરના આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયાવડોદરામાં ભાયલી, દિવાળીપુરા, ગોત્રી, માંજલપુર, નવીધરતી, વડસર અને તરસાલી વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ઝોન પ્રમાણે કેસવડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 0, પશ્ચિમ ઝોનમાં 4, ઉત્તર ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 4 કેસ નોંધાયા છે.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link