23.9 C
Kadi
Tuesday, March 28, 2023

જળાશયોમાં પાણીની આવક યથાવત: હાથમતી જળાશય, કરોલ, લીમલા, નાની-મોટી બોખ અને 15 તળાવમાં રૂ. 500 કરોડના પાણીનો સંગ્રહ; ચોમાસાની સિઝનમાં સરેરાશ 125 ટકા વરસાદ નોંધાયો


[ad_1]

Gujarati NewsLocalGujaratSabarkanthaHatmati Reservoir, Karol, Limla, Nani Moti Bokh And 15 Lakes Rs. 500 Crore Water Storage; An Average Of 125 Percent Of Rainfall Is Recorded In The Monsoon Season

સાબરકાંઠા (હિંમતનગર)2 કલાક પહેલા

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં સારા વરસાદને લઈને જળાશયોમાં આવક થવાથી બે જળાશય અને એક બેરેજ 100 ટકા ભરાયો છે. તો એક જળાશય 92 અને એક જળાશય 73 ટકા ભરાયું છે. તો છેલ્લા એક મહિનાથી હાથમતી ઓવરફ્લો થઇ રહ્યો છે. જેને લઈને નદીમાં વહી જતા પાણીને કેનાલમાં વહેવડાવી પ્રાંતિજ તાલુકામાં ચાર નાના જળાશયો અને 15 તળાવો ભરાયા છે. હાલમાં પણ હાથમતી જળાશય ઓવરફ્લો થવાનું યથાવત છે.

પ્રાંતિજ તાલુકામાં ચાર નાના જળાશયો અને 15 તળાવો ભરાયાજીલ્લામાં 92.92 ટકા ભરાયેલો ગુહાઈ અને 100 ટકા ભરાયેલા હરણાવ જળાશયમાં પાણીની આવક બંધ છે. તો 100 ટકા ભરાયેલા હાથમતી જળાશયમાં 400 ક્યુસેક પાણીની આવક અને 400 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો નોંધનીય છે કે આજે હાથમતી જળાશયને ઓવરફ્લો થયે એક મહિનો અને એક દિવસ થયો છે અને હજી ઓવરફ્લો થઇ રહ્યો છે. 100 ટકા ભરાયેલા જવાનપુરા બેરેજમાં 730 ક્યુસેક પાણીની આવક અને 730 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે. તો 73.86 ટકા ભરાયેલા ખેડવા જળાશયમાં 75 ક્યુસેક પાણીની જાવક અને 60 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે.

રૂ. 500 કરોડના પાણીનો જળાશયોમાં સંગ્રહઆ અંગે હિમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં હાથમતી જળાશય, પ્રાંતિજના કરોલ, લીમલા,નાની બોખ, મોટી બોખ અને સલાલ, સોનાસણ, પલ્લાચર, વદરાડ, અમીનપુર, રાસલોડ, ઉંછા સહિતના ગામોમાં 15 તળાવો એક મહિનાથી ઓવરફ્લો થઇ રહેલા હાથમતી જળાશયના નદીમાં વહી જતાં પાણીનો ઉપયોગ કરી કેનાલ થકી ભરવામાં આવ્યા છે. હાલમાં 400 ક્યુસેક પાણી કેનાલમાં વહી રહ્યું છે. તો હાથમતી જળાશયમાં 153 મિલિયન ઘન મીટર, પ્રાંતિજના કરોલમાં 4 અને લીમલામાં 4 મિલિયન ઘન મીટર, પ્રાંતિજની નાની બોખ અને મોટી બોખમાં 2.5 મિલિયન ઘન મીટર અને પ્રાંતિજના ગામોમાં 15 તળાવમાં 1.25 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહ થયો છે અને જો એક પૈસે લીટર પાણીની કિંમત ગણવામાં આવે તો હાલમાં રૂ. 500 કરોડના પાણીનો હાથમતી જળાશય, પ્રાંતિજના નાના ચાર જળાશયો અને 15 તળાવોમાં સંગ્રહ થયો છે. આમ પાણી સંગ્રહ થવાથી જળાશય અને તળાવના આજુબાજુના ગામોમાં બોર કુવાના તળ ઊંચા આવ્યા છે. તો અગામી શિયાળુ ખેતીમાં પાણીની જરૂરિયાત પણ ઓછી રહેશે તેવું જણાવ્યું હતું.

ચોમાસાની સિઝનમાં સરેરાશ 125 ટકા વરસાદ નોંધાયોજિલ્લામાં આઠ તાલુકામાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 125 ટકા વરસાદ નોંધાયો છે. તો 6 તાલુકા જેમાં ઇડર, ખેડબ્રહ્મા, પોશીના, વડાલી, વિજયનગર અને હિંમતનગરમાં 130 ટકાથી વધુ તો પ્રાંતિજ અને તલોદ તાલુકામાં 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આમ આઠમાંથી બે તાલુકામાં ઓછો વરસાદ નોધાયો છે તો સૌથી વધુ વડાલીમાં 144 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!