[ad_1]
Gujarati NewsLocalGujaratAravalliPeople Of Anjana Chaudhary Community Of 5 Districts Gathered In Support Of Vipul Chaudhary At Bhiloda, Turban Was Placed In Place Of Vipul Chaudhary.
અરવલ્લી (મોડાસા)5 મિનિટ પહેલા
સમગ્ર ગુજરાતમાં અર્બુદાસેનાના ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે અર્બુદાસેના ગુજરાત અધ્યક્ષ વિપુલ ચૌધરીની ઉપસ્થિતિમાં 6 જિલ્લામાં સંમેલનો યોજાયા બાદ આજે વિપુલ ચૌધરીની ગેર હાજરીમાં ભિલોડા ખાતે 5 જિલ્લાના કાર્યકરોનું મહા સંમેલન યોજાયું હતું.
વિપુલ ચૌધરીની ધરપકડને લઈ ચૌધરી સમજમાં રોષગુજરાત અર્બુદાસેનાના પ્રમુખ વિપુલ ચૌધરી દ્વારા ઠેર ઠેર સંમેલન યોજાઈ રહ્યા છે, ત્યારે છેલ્લે મોડાસા ખાતે અર્બુદાસેનાનું સંમેલન યોજાયા બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈ આખો સમાજ ખુબ જ રોષે ભરાયેલ છે. ઠેર ઠેર આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન યોજાયા છે. ત્યારે તેમની ગેર હાજરીમાં પણ અર્બુદા સેનાના મહા સંમેલનો યોજાય છે. આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહા સંમેલન યોજાયું.
વિપુલ ચૌધરીના સ્થાને સમાજનું પ્રતીક એવી પાઘડી મુકવામાં આવીઆ સંમેલનમાં અરવલ્લી સહિત સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને મહીસાગર જિલ્લાના મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં અગાઉ ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તાથી મોટી સંખ્યામાં બાઈક રેલી યોજાઈ હતી. સભા સ્થળ સુધી બાઇક રેલી પહોંચી હતી. સભા મંડપમાં મહિલા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા સ્ટેજ પર વિપુલ ચૌધરીના સ્થાને સમાજનું પ્રતીક એવી પાઘડી મુકવામાં આવી હતી અને સમાજની પાઘડી સ્વરૂપે વિપુલ ચૌધરીની હાજરી દર્શાવી હતી. સભામાં વિપુલ ચૌધરીની ખોટી રીતે કરાયેલ ધરપકડનો વિરોધ કરી મુક્ત કરાવવા માંગ કરી છે.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link