30.9 C
Kadi
Thursday, March 30, 2023

વધુમાં વધુ મતતદાન થાય તે માટેના પ્રયાસો: નર્મદા જિલ્લામાં 10 જેટલી ટીમના કર્મચારીઓએ ગામેગામ જઇને EVM-VVPATનું નિદર્શન કર્યુ


[ad_1]

નર્મદા (રાજપીપળા)7 મિનિટ પહેલા

કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇને નર્મદા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મતદારોમાં EVM મશીન અને VVPET અંગે જાગૃતિ આવે અને જેમ બને તેમ મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન થાય એવા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર કામગીરીમાં જોડાયું છે. નોડલ અધિકારીઓ, સેક્ટર અધિકારીઓ સહિતની વિવિધ ટીમો નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ તાલીમની કામગીરી કરી રહી છે.

વધુમાં વધુ મતતદાન થાય તે માટેના પ્રયાસોનર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાના સીધા માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા 10 જેટલી ટીમો બનાવીને જિલ્લાના જુદા જુદા ગામોમાં જઇને EVM અને VVPAT ના નિદર્શન કાર્યક્રમો યોજી મતદારોને જાગૃત કરી રહ્યાં છે. જેમાં 20થી વધુ કર્મચારીઓ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ગામોમાં ફરીને બુથ પર, બસ સ્ટેન્ડ, જાહેર બજારોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, શેરી-ફળીયાઓ જેવી જાહેર જગ્યાએ EVM નું નિદર્શન યોજીને લોકોને તેનાથી માહિતગાર કરી રહી છે. નર્મદા જિલ્લાની જનતા પણ આવા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાગ લઇને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો નોંધાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!