[ad_1]
ભાવનગર21 મિનિટ પહેલા
કૉપી લિંક
ભાવનગર શહેરના સુભાષનગર ખાતે આવેલા શિવવિહાર ટ્રસ્ટ કે જેના ધર્મ પરિસરમાં ભગવાન જગન્નાથજીનું પવિત્ર દેવસ્થાન આવેલું છે. જ્યાંથી અષાઢી બીજના પવિત્ર દિવસે દેશની ત્રીજા નંબરની ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરે છે. મંદિર પરિસરમાં કાયમી ધોરણે પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે તેવી માગ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરવામાં આવી છે.
દેશની ત્રીજા નંબરની ભવ્ય રથયાત્રા નીકળે છેશહેરના સુભાષનગર સ્થિત શિવવિહાર ટ્રસ્ટ સંચાલિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીનું પવિત્ર ધર્મસ્થાન આવેલું છે. જે દેશમાં ત્રીજા નંબરે નીકળતી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા છે. જે શહેરના 17.5 કિલોમીટર માર્ગ પર ફરે છે. આ રથયાત્રામાં દેશ-વિદેશથી હજારો ધર્મપ્રેમી ભાઈઓ તથા માતાઓ-બહેનો આ યાત્રાદર્શનનો લ્હાવો લઇ જીવનની ધન્યતા અનુભવે છે.
કાયમી ધોરણે પોલીસ પ્રોટેક્શન ફાળવવા રજૂઆતપવિત્ર ધર્મસ્થાનની કાયમી સુરક્ષાને ધ્યાને લઇને આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત ધર્મસ્થાનને કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે તે માટે શિવવિહાર ટ્રસ્ટના પ્રમુખ હરપાલસિંહ રાણા દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લેખિત માંગણી કરી છે. આ રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, આ ધર્મસ્થાનની આજુ-બાજુમાં ધર્મનીતિ વિરુદ્ધની અસામાજિક પ્રક્રિયાના બનાવો વધવા લાગ્યા છે. જે ધર્મસ્થાને રાજ્ય સરકાર દ્વારા કાયમી ધોરણે પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે જેના કારણે અસામાજિક પ્રક્રિયાઓ બનાવો બનતા અટકાવી શકાય.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link