[ad_1]
વડોદરા18 મિનિટ પહેલા
વડોદરામાં માતાજીના મંદિરોમાં પહેલા નોરતે દર્શનાર્થીઓની ભારે ભીડ રહી હતી.
માંડવીના અંબાજી, કારેલીબાગમાં બહુચરાજી મંદિર સહિત મંદિરોમાં ભીડ
જગત જનની માં શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિનો આજથી પારંભ થતાં વહેલી સવારથી વડોદરાના સુપ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં દર્શનાર્થીઓની દર્શન માટે લાંબી કતારો લાગી હતી. મંદિર પરીસરો જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા હતા. કેટલાક લોકો પગપાળા માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મંદિરો બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.
મંદિરોમાં લાંબી કતારો લાગીમાં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે પહેલા નોરતે વડોદરાના માંડવી સ્થિત ઘળીયાળી પોળમાં આવેલા અંબા માતાના મંદિરમાં લોકોએ દર્શન માટે ભીડ જામી હતી. તેજ રીતે કારેલીબાગમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી બહુચર માતાજીના મંદિરે પણ લોકોની ભારે ભીડ રહી હતી. મંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. આ ઉપરાંત વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામ ખાતે આવેલા શ્રી તુલજા ભવાની માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિરમાં સવારથી જ ઘટ સ્થાપનથી લઈને વિશેષ પૂજા અર્ચનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
માતાજીના મંદિરો શ્રદ્ધાળુઓથી ઉભરાયા હતા.
તુલજા ભવાની મંદિરમાં ભક્તો ઉમટ્યાવડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામે ઐતિહાસિક માઁ તુલજા ભવાની માતાજીનું મંદિર આવેલું છે. દર વર્ષે અહીં નવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે. આજે પ્રથમ નોરતાએ શ્રી તુલજા ભવાની માતાજીના મંદિરે વહેલી સાવરથી જ માંઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને માઁના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માતાજીના દર્શન કરવા માટે સમગ્ર જિલ્લા સહિત આસપાસના જિલ્લાના લોકો પણ ઉમટી પડ્યા હતા. રણુ ગામની ભાગોળ વાહનોના પાર્કિંગથી ઉભરાઇ ગયું હતું. ગામમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, રણુ ગામ સ્થિત તુલજા ભવાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ પરિવારના કુળદેવી છે.
માતાજીના દર્શન કરી રહેલા શ્રદ્ધાળુઓ.
નવરાત્રિમાં દુર્ગાના નવ રૂપની આરાધના કરવામાં આવે છેઅત્રે નોંધનીય છે કે, આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવ દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં આદ્ય શક્તિમાતા દુર્ગાના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. નવરાત્રિ પર અષ્ટમી કે આઠમ પૂજાનો ખાસ મહત્વ હોય છે. અષ્ટમી તિથિ પર મંત્રોચાર અને હવનના માધ્યમથી માતા દુર્ગાથી સુખ-સમૃદ્ધિ, માન-સન્માન અને આરોગ્યતાનો આશિર્વાદ મળે છે. આજથી સમગ્ર શહેર-જિલ્લામાં આવેલા માતાજીના મંદિરો દર્શનાર્થીઓથી ઉભરાશે.
માંડવી ખાતે આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવતા શ્રદ્ધાળુઓ.
રાત્રિ દિવસમાં ફેરવાશેઆજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થતાં વડોદરાના અદકેરા નવરાત્રી મહોત્સવમાં વડોદરામાં ઠેર-ઠેર આયોજીત ગરબા મેદાનોમાં ભક્તિભાવ પૂર્વક ઘટ સ્થાપન કરવામાં આવશે. ઘટ સ્થાપન બાદ ખૈલેયાઓ ગરબે ઘૂમશે. આજથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થતાં શહેરીજનોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો. તે સાથે ગરબા આયોજકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આજથી સમગ્ર શહેરના લોકો ગરબામય બની જશે. શહેરની રાત્રિ દિવસમાં ફેરવાઇ જશે.
અન્ય સમાચારો પણ છે…
[ad_2]
Source link