26.9 C
Kadi
Sunday, March 26, 2023

સન્માન સમારોહ: બોટાદ સતવારા સમાજ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સરકારી નોકરીમાં જોડાયેલ લોકોનું કરાયું સન્માન, મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા


Gujarati NewsLocalGujaratBotadBotad Satwara Samaj Honored The Students And People Connected With Government Jobs, A Large Number Of People From The Society Were Present

બોટાદ36 મિનિટ પહેલા

બોટાદ સતવારા સમાજ દ્વારા સન્માન સમારોહ તેમજ સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી સરકારની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમ થઈ શક્યા ન હતા. બોટાદ સતવારા સમાજ દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતી વધે અને અભ્યાસ કરતા બાળકોમાં શિક્ષણ વિષયક રૂચી ઉત્પન થાય અને સતત પ્રગતી કરતા થાય તેવા શુભ હેતુથી છેલ્લા 40 વર્ષોથી દર વર્ષે બાળકોની પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે સને 2021-2022 ના શૈક્ષણિક સત્રમાં ઉતીર્ણ થયેલ ધોરણ 1 થી 12 અને કોલેજ તથા અન્ય તમામ ફેકલ્ટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓની તેજસ્વીતાને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ બોટાદના નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાયો હતો. જેમાં સતવારા સમાજના વિવિધ ક્ષેત્રે પોતાની આગવી કલા ધરાવનાર કલાકારો તથા વિદ્યાર્થીઓ દ્વારા કલા રજુ કરી સાંસ્કૃતીક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સમસ્ત સતવારા સમાજના પ્રમુખ મહાસુખભાઈ કણઝરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!