23.9 C
Kadi
Tuesday, March 28, 2023

પાટણ કલેક્ટર કચેરી બહાર મધ્યાહ્ન ભોજનના સંચાલકોની ઉપવાસ પર ઉતરવાની ચીમકી


પાટણ કલેક્ટર કચેરી બહાર મધ્યાહ્ન ભોજનના સંચાલકોની ઉપવાસ પર ઉતરવાની ચીમકી પાટણ જિલ્લામાં આવેલ 848 મધ્યાહન ભોજન ના સંચાલકો લઘુતમ વેતન સહિતની માંગો સાથે છેલ્લા સાત દિવસથી કલેકટર કચેરી 12 સવારે 11 : 00 થી સાંજે 4 સુધી પ્રતિક ધારણા કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે . સરકાર વિરોધ પ્રદર્શન સામે કોઈ પ્રતિક્રિયા ના આપતા હવે ઉગ્ર આંદોલનના ભાગરૂપે બુધવારથી સંચાલકો અમરાત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી સાથે કલેકટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું . પાટણ શહેર સહિત જિલ્લાના મધ્યાહન ભોજન ના સંચાલકો 19 સપ્ટેમ્બર થી ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી સરકાર સામે વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે . તો છેલ્લા સાત દિવસથી કલેકટર કચેરી બહાર રસ્તા ઉપર સંચાલકો સરકાર વિરોધી નારા સાથે પ્રતીક ઘરણા કરી લઘુતમ વેતનની માંગ ઉપર અડગ રહી આંદોલન ચલાવી રહ્યા છે . સાત દિવસના પ્રતીક ધાણા બાદ પણ સરકાર દ્વારા આ મામલે કોઈ નિરાકરણ લાવવામાં ના આવતા સંચાલકો દ્વારા મંગળવારે આંદોલન વધુ આક્રમક બનાવવાના મૂડમાં જોવા મળ્યા હતા . ઊગ્ર વિરોધ પ્રદર્શન સાથે કલેકટર કચેરીમાં આવેદન પત્ર આપી સત્વરે તેમની માગણીઓ સ્વીકારવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી . સંચાલકોના વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ જોડાઈ તેમને સમર્થન આપ્યું હતું . કલેકટર કચેરી 12 મધ્યાન ભોજનના ભાઈઓ બહેનો સંચાલકો સાથે મળી પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે . તેમને જણાવ્યું હતું કે આજ રાત સુધીમાં સરકાર દ્વારા લઘુતમ વેતનની માગણી સ્વીકારવામાં નહીં આવે તો બુધવારથી પાટણ સહિત રાજ્ય ભરના સંચાલકો આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરીશું . કોઈપણ સંચાલકને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!