પાટણ જીલ્લાના રાધનપુર ગંજ માર્કેટ પાસે રાહદારી એસટી ના અડફેટે , સારવાર દરમિયાન મોત રાધનપુર ગંજ માર્કેટયાર્ડ પાસે 32 વર્ષીય યુવાન ને એસટી બસ ડાયવરે ગફલત ભરી રીતે હંકારી આવતા યુવાનને ટક્કર મારતા પગ ભાંગી પડ્યા હતા અને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઇજાઓ થતા યુવાન નું મોત નીપજ્યું હતું રાધનપુર વારાહી રોડ પર ગંજ માર્કેટ પાસે ગાંજીસર ગામના નવઘણજી હેમચંદભાઈ ઠાકોર પોતાના કામ અર્થે જતા હતા તે સમયે રાપર થી સોનગઢ જતી બસ ચાલક ગફલત ભરી રીતે પુર ઝડપે ચલાવતા ટક્કર મારી હતી . બસ ની ભયાનક ટક્કર થી યુવાન જમીન પર પટકાયો હતો અને તેના પગ અને શરીર ના ભાગે ગંભીર ઈજા ઓ થઈ હતી આ અકસ્માત થતા જ બસ ચાલક બસ લઈને ફરાર થયો હતો.અકસ્માત જોઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માત માં ભોગ બનનાર નવઘણજી ને તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખેડવામાં આવ્યા હતા પરંતુ ઇજા વધુ જણાઈ આવતા ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ નવઘણજી ધારપુર હોસ્પિટલમાં ભાન માં ન આવતા વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા તે દરમિયાન રસ્તામાં જ યુવાનું મોત થયું હતું.આ બાબતે રાધનપુર પોલીસ માં યુવાન ના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે