રાધનપુર વિધાનસભામાં 2022 ની ચૂંટણી પહેલા ભાજપ સક્રિય ભાજપ કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય ક્ષેત્રમાં ઠેર ઠેર બેઠકનું આયોજન પાટણ જિલ્લાના 16 રાધનપુર વિધાનસભામાં આવનારી 2022 ને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી ભાજપને સીટ મેળવવા માટે કમર કસી રહ્યા છે તેના ભાગરૂપે રાધનપુર વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા નમો કિશન પંચાયત દ્વારા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે અને દૈગામ ખાતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું બંને ગામોની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ કિસાનો માટે કરેલી કામગીરી તેને ઇલેક્ટ્રોનિક માધ્યમથી અને લોકોને ભાષણ ના માર્ગદર્શનથી સમજાવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી નમો કિસાન પંચાયત પાટણ જિલ્લા ભાજપ દ્વારા રાધનપુર તાલુકાના ગોતરકા ગામે અને દૈગામ યોજેલ કિસાન પંચાયતમાં ઉપસ્થીત વિભાભાઈ દેસાઈ રાધનપુર તાલુકા કિસાન મોરચા પ્રમુખ, વિનુભાઈ પટેલ રાધનપુર શહેર પ્રમુખ, પાટણ જિલ્લા કિસાન મોરચા મહામંત્રી ભીખુભા સોઢા તેમજ ગોતરકા ગામના અને દૈગામ ના આગેવાનો અને ગામના ખેડૂતો ઘણી સંખ્યામા હજાર રહ્યા