સમગ્ર રાજ્યમાં કોરોના વાઈરસ પછી નવરાત્રીનો મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ નવરાત્રી મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. જિલ્લાના મોડાસા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ, ભિલોડા સહિતના તાલુકાઓમાં અલગ-અલગ જગ્યાએ નવરાત્રી ઉજવાઈ રહ્યા છે. ત્યારે મોડાસાના મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સના બીજા દિવસે પણ ખેલૈયાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
મેઘરજ રોડ પર આવેલા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે અર્બુદા નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યાં બીજા દિવસે જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીના અતિથિ વિશેષ તરીકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની આરતી ઉતારી હતી અને પ્રાર્થના કરી હતી. તેમની સાથે ભાજપ જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ સહિત અર્બુદા નવરાત્રી મહોત્સવા આયોજકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેક્ટર પરિવાર સાથે નવરાત્રી નિહાળવા માટે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખે સ્વાગત કર્યું હતું. નવરાત્રીના બીજા દિવસે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને નવરાત્રીના પર્વ નિમિત્તે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી.