નવરાત્રી પર્વમાં વેસ્ટર્ન ક્લચર ભળી રહ્યું છે ગાંધીના ગુજરાતમાં લબરમૂછિયા યુવાનોમાં નવરાત્રી પર્વમાં દારૂ પીવાનો ટ્રેન્ડ વધતા વિદેશી દારૂની ડિમાન્ડમાં વધારો થયો છે બુટલેગરો વિદેશી દારૂની માંગને પહોંચી વળવા નિતનવા નુસ્ખા અપનાવી દારૂની ખપતને પહોંચી વળવા બુટલેગરો અધીરા બન્યા છે. બીજીબાજુ જીલ્લા પોલીસતંત્ર બુટલેગરોના કીમિયા નિષ્ફળ બનાવી રહી છે. શામળાજી પોલીસે બે કારમાંથી 1.76 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી બે ખેપિયાને દબોચી લીધા હતા
અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ શામળાજી પીએસઆઈ વી.વી.પટેલે બુટલેગરો પર ગાળીયો કસ્યો છે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી અટકાવવા સતત વાહનોનું ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવી રહ્યા છે
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી અર્ટિગા કારને અટકાવી તલાસી લેતા કારમાંથી મોંઘીદાટ શરાબની 93 હજાર રૂપિયાની 62 બોટલ જપ્ત કરી કાર ચાલક પ્રવીણ ચંદ્રા હેગડે (રહે,ભાયંદર, થાણે-મહારાષ્ટ્ર) ને દબોચી લઇ 3.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
રાજસ્થાન ઉદેપુરના ઠેકા પરથી ઇકો કાર વિદેશી દારૂ ભરી શામળાજી તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસે અણસોલ ગામ નજીક નાકાબંધી કરી ઇકો કારને અટકાવી તલાસી લેતા કારના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-79 કીં.રૂ.83440/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક રણજીતસિંહ રઘુવીરસિંહ રાણાવત (રહે,ઉદેપુર-રાજ) ને દબોચી લઇ દારૂ,કાર, મોબાઇલ મળી કુલ રૂ.2.85 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદના નીતિનભાઈ પટેલ અને ઇકો કારમાં વિદેશી દારૂ ભરી આપનાર ઉદેપુરના ઠેકાવાળા અજીત ઉર્ફે વિજય સ્વાલ્કા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા