23.9 C
Kadi
Sunday, May 28, 2023

ચોટીલાના નવાગામ વિસ્તારમાં હિટાચી મશીન ઉપર ચડી અને યુવક સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે પગ લપસતાં મોત નિપજયુ


સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યા તેમ જ અપમૃત્યુના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 10થી વધુ અપમૃત્યુ તથા આત્મહત્યા અને મોતના બનાવો સામે આવ્યા છે. તેમાં ખાસ કરીને કેનાલમાં પડી જઈ, ગળે ફાંસો ખાઈ લઇ અને ઝેરી દવા પી લઇને આત્મહત્યા લોકો કરી લેતા હોય તેવા બનાવો વધતા જઈ રહ્યા છે. જેને લઇને સમાજમાં પણ આ એક પ્રકારે ચિંતાનો વિષય હાલમાં બન્યો છે.

….સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવાગામ વિસ્તારમાં વધુ એક મોતનો બનાવ સામે આવ્યો છે. ત્યારે નવાગામ સીમમાં હિટાચી મશીન ઉપર ચડી અને યુવક સેલ્ફી લઈ રહ્યો હતો. તે સમયે હિટાચી મશીનના સુપડા ઉપરથી પગ લપસતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને ઘટના સ્થળે યુવકનું મોત નીપજવા પામ્યું હતુ. ત્યારે વિકાસકુમાર બેઠા નામના યુવકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે પરપ્રાંતીય યુવક હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નવાગામ વિસ્તારમાં હિટાચી મશીનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન હીટાચી મશીનના આગળના ભાગે સુપડા ઉપર ચડી અને વિકાસકુમાર મોબાઇલમાં સેલ્ફી લઈ રહ્યા હતા. તે સમયે સુપડા ઉપર ઓઇલ તેમજ ગ્રીસ હોવાના પગલે વિકાસકુમારનો પગ લપસ્યો હતો અને નીચે પટકાયા હતા. જેને લઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને ઘટનાસ્થળે જ હેમરેજ સાથે બ્લડિંગ થઈ જતા વિકાસ કુમારનું કરુણ મોત નીપજવા પામ્યુ હતું. આ મામલે પરિવારજનોને પણ આજુબાજુના લોકો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. અને આ વિકાસકુમારની ડેડબોડીને પ્રાથમિક પીએમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પરંતુ ગંભીર બનાવવા હોય અને અન્યત્ર પરિવારના મનમાં સવાલ ઊભા થતા હોવાના પગલે રાજકોટ ખાતે પેનલ પીએમ માટે ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. સામાન્ય રીતે પોલીસ ડાયરીમાં યુવકનું નીચે પટકાવવાના પગલે મોત નીપજ્યા હોવાનું કારણ દર્શાવ્યું છે. અને મોત નીપજ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે પરિવારને હજુ પણ આ મામલે આશંકા જઈ રહી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જેથી ચોટીલા સરકારી હોસ્પિટલના પીએમના સ્થાને રાજકોટ પેનલ પીએમમાં યુવકની ડેડબોડીને ખસેડવામાં આવી છે કે, કોઈએ ધક્કો મારી હોય અથવા હત્યા કરી અને લાશ ફેંકી દીધી હોવાની પણ હાલમાં આશંકા વર્તાઈ રહી છે. ત્યારે આ મામલે પેનલ પીએમ માટે રાજકોટ ખાતે ડેડબોડીને ખસેડવામાં આવી છે. અને પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ સાચું બહાર આવશે તેવું પણ હાલમાં જાણવા મળી રહ્યું

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!