મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં એક ફેક્ટરીમાં બોઈલર ફતવાન કારણે ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ બોઈલર ફાટવાની આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આ દુર્ઘટના ઘટી, ત્યારે ફેક્ટરીમાં ઘણા કામદારો કામ કરી રહ્યા હતા. જેવું બોઈલર ફાટ્યું કે આજુબાજુમાં આગ લાગી હતી અને જોત જોતામાં આગે આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી. જેના કારણે અનેક મજૂરો અંદર ફસાઈ ગયા હતા. જેના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. સ્થાનિક લોકોની મદદથી બાકીના લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તમને જણાવી દઈએ કે આ પહેલા 25 સપ્ટેમ્બરે અમરાવતીની સરકારી જિલ્લા મહિલા હોસ્પિટલના નિયોનેટલ સુપિરિયોરિટી વિભાગ (SNCU)માં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે વોર્ડમાં 35 નવજાત શિશુ દાખલ હતા. જેમાં ચાર બાળકોને ઓક્સિજન લગાવીને બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો અને કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.