વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ભાવનગરને આંગણે પધારી રહ્યાં છે ત્યારે તેમના કાર્યક્રમમાં પધારવાં માટેના નિમંત્રણ કાર્ડ ભાવનગર જિલ્લાના ગામેગામ પહોંચતાં કરવામાં આવ્યાં છે. છેવાડાનો માનવી પણ વડાપ્રધાનશ્રીની સભામાં આવી શકે તે માટે વ્યક્તિગત નામ જોગ કાર્ડનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીને ભાવનગરની ધરતી પર પગ મૂકવાની આલબેલ નજીકમાં છે ત્યારે રાત્રીના સમયે પણ દરેક ગામ સુધી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના નિમંત્રણ કાર્ડ પહોંચાડવામાં આવી રહ્યાં છે. લોકો સાથે તંત્ર પણ વડાપ્રધાનશ્રીને ભાવેણાની ધરતી પર આવકારવાં માટે આતુર છે તેનું આ ઉદાહરણ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ભાવનગરને આંગણે પધારી રહ્યાં છે ત્યારે તેમના કાર્યક્રમમાં પધારવાં માટેના નિમંત્રણ કાર્ડ ભાવનગર જિલ્લાના ગામેગામ પહોંચતાં કરવામાં આવ્યાં છે. છેવાડાનો માનવી પણ વડાપ્રધાનશ્રીની સભામાં આવી શકે તે માટે વ્યક્તિગત નામ જોગ કાર્ડનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીને ભાવનગરની ધરતી પર પગ મૂકવાની આલબેલ નજીકમાં છે ત્યારે રાત્રીના સમયે પણ દરેક ગામ સુધી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના નિમંત્રણ કાર્ડ પહોંચાડવામાં આવી રહ્યાં છે. લોકો સાથે તંત્ર પણ વડાપ્રધાનશ્રીને ભાવેણાની ધરતી પર આવકારવાં માટે આતુર છે તેનું આ ઉદાહરણ છે.