દાહોદ શહેરમાં નવરાત્રીના નવ દિવસો સુધી રામલીલાના પાત્રમાં રામાયણ કાળની પ્રસ્તુતિ કરાઈ
દાહોદના ફ્રીલેન્ડ ગંજ પરેલ વિસ્તારમાં આર્ય સાંસ્કૃતિક કલામંડલ દાહોદ દ્વારા 46 વર્ષોથી સાત રસ્તા પર રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે
સતત 46 વર્ષોથી દાહોદ શહેરના ફ્રીલેન્ડ ગંજ પરેલ વિસ્તારમાં સાત રસ્તા પર છેલ્લા 46 વર્ષોથી આર્ય સંસ્કૃતિ કલા મંડળ દાહોદ દ્વારા નવરાત્રી દરમિયાન રામલીલાનું આયોજન કરવામાં આવે છે.23 ઓકટોબર 1974 માં આર્ય પ્રકૃતિ કલા મંડળનો જન્મ 20 કલાકારો દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં 20 કલાકારોએ ફ્રીલેંગજ વિસ્તારની અલગ અલગ જગ્યાઓં ઉપર રામાયણ સંભળાવવામાં આવતી હતી દિવસે દિવસે લોકોની આ નાટ્ય જોતા ભીડ વધતા દાહોદના ફ્રીલેન્ડ ગંજ વિસ્તારના સાત રસ્તા પર લોકોને રામાયણ સંભળાવવામાં આવતી હતી આ કાર્ય સતત 46 વર્ષોથી ચાલી રહ્યું છે જેમાં અલગ અલગ પાત્રો રામાયણ કાળની પ્રસ્તુતિ કરવામાં આવે છે જેમાં રામ ભગવાન જન્મથી લીલા સંકેલવા સુધીની તમામ ઘટનાઓ નાટ્ય રૂપાંતર કરવામાં આવે છે. જે રામલીલાને નિહાળવા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આ નાટકના માધ્યમથી લોકોને રામ ભગવાનની જન્મથી લઈને અંતિમ સુધી કહાની સંભાળવામાં આવે છે આ નાટ્યમાં સરેરાશ 45 થી વધુ લોકો અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરી નાટક કરે છે આ નાટકમાં મેકપ કરવા વાળા હોય કે કલાકાર એ તમામ પુરુષો હોય છે જે એક બીજાને તૈયાર કરે છે આ નાટક સતત 9 દિવસ સુધી ચલાવવામાં આવે છે.અને આ 9 દિવસ સુધી રામાયણ સંભળાવવામાં આવે છે અને 9 દિવસ પછી 10 માં દિવસે 52 ફૂટનું રાવણ દહન આર્ય સાંસ્કૃતિક કલા મંડળ દાહોદ દ્વારા કરવામાં આવે છે