દાહોદની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા સરકારની વિવિધ યોજનાઓના લાભ માટેનું આયોજન કરાયું
દાહોદ જિલ્લામાં તારીખ 26/09/2022 થી 01/10/2022 સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે જેવાકે વૃદ્ધ સહાય વિધવા સહાય વિવિધ પ્રકારના દાખલાઓ આયુષમાંન કાર્ડ આવકના દાખલા જેવા સરકારી લાભોની વિવિધ કચેરીઓની યોજનાઓ મેળવવા માટે દાહોદ જિલ્લાની દરેક કોર્ટમાં 6 દિવસ સુધીનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં છાપરી ખાતે આવેલી જિલ્લા કોર્ટમાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા માટેના કાર્ડ મેળવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદના મામલતદાર દ્રારા જણાવવામાં આવ્યું હતુંકે કોર્ટ સંકુલમાં આવકના દાખલા થકી આયુષ્માન કાર્ડ મેળવવા માટે લાભાર્થીને દરેક પ્રકારની મદદ મેળવી કાઢવામાં આવી રહ્યા છે જેથી દરેક જનતાને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે વિનંતી પણ કરાઈ છે જે માટે એટીવીટી નાયબ મામલતદાર સંધ્યાબેન બારીયા દ્રારા જણાવવામાં આવ્યું હતું