23.9 C
Kadi
Sunday, May 28, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે ખોજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરતમાં કરોડોના વિકાસ કર્યોનું લોકાર્પણ કરવાના છે. સુરતમાં વડાપ્રધાન આવવાની તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ થઇ ગઈ છે. સુરતના સિટીલાઈટ ખાતે રૂ. 52 લાખના ખર્ચે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતા ખોજ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય યાત્રામાં અમદાવાદ, સુરત અને ભાવનગર ખાતે વિકાસ કર્યોનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ રાજકોટના આવાસનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવશે.

સુરત શહેરના સિટી લાઇટ રોડ પર આવેલા ખોજ મ્યુઝિયમમાં વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર, સંશોધન ક્ષેત્રના નવતર આયામો અંગે જિજ્ઞાસુઓને અહીં જ્ઞાન મળી રહે તે માટે ‘ડિસ્કવરી-સાયન્સ, આર્ટસ, ઇનોવેશન મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે. મ્યુઝિયમની વિશેષતાઓની વાત કરીએ તો બે ગેલેરી વિકસાવવામાં આવી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિરોસ્ફિયર ગેલેરી અને પ્રથમ માળે ‘હોલ ઓફ ફેમ’નો વિચાર આધારિત વર્કશોપ બનાવવામાં આવી છે. વાયરસ ગેલેરીમાં વાયરસનો પરિચય, વાયરસનો ઇતિહાસ, સૂક્ષ્મજીવોની દુનિયા, વાયરસનો ફેલાવો વિશે સમજૂતી જ્યારે આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને પ્રોજેક્ટ તેમજ તેમના નિષ્ણાત સાથે વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતું  ‘ખોજ મ્યુઝિયમ’

– SMC, GCSRA અને DGVCL ના સંયુક્ત ઉપક્રમે કરાયુ નિર્માણ
– સંગ્રહાલયે મુખ્યત્વે બે ગેલેરીઓ વિકસાવવામાં આવી
– ગ્રાઉન્ડ ફ્લોર પર વિરોસ્ફિયર ગેલેરી પ્રદર્શિત
– વાયરસ અને તેમના જીવનના વિવિધ પાસાઓનો અનુભવ  કરાવશે
–  વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ, પ્રયોગો અને સંશોધનો કરશે
– ઓડિયો-વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટ અને ઇન્ફોર્મેશનલ પેનલનો સમાવેશ
– ‘હોલ ઓફ ફેમ’નો વિચાર આધારિત વર્કશોપ
– લોકોનું મ્યુઝિયમ બનાવવા માટે વિદ્યાર્થીઓએ બનાવેલા વિચારો અને કૃતિઓ પ્રદર્શિત


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!