27.9 C
Kadi
Thursday, December 1, 2022

મુખ્ય ચૂંટણી કમિશનરે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કહ્યું હવે બધા જ્યોતિષની જેમ ભવિષ્ય વાણી કરશે કે ચૂંટણી વહેલા આવશે


ગુજરાતમાં ચૂંટણી વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર મુલાકાતે આવ્યા હતા.તેમને એવું કહ્યું હતું કે અમે અહીં આવ્યા એટલે તરત જ નેતાઓ,પાર્ટીઓ ચૂંટણીના તારીખનું ભવિષ્ય કહેવા માડશે. બધા જાહેરાતો કરશે કે ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે પણ એવું નથી.અમે સમીક્ષા કરીશું અને મીડિયા સામે બધું જાહેર કરીશું.ચૂંટણી પંચ ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે જાહેર કરીશે અને તે જાહેરાત અમે સમાચાર માધ્યમો સમક્ષ જ કરીશું . ચૂંટણીની તારીખોને લઇને કોઇ પણ પ્રકારની અટકળો કરવી યોગ્ય નથી . બે દિવસના પ્રવાસ દરમિયાન રાજીવકુમાર સહિત તેમની ટીમ ગુજરાતમાં રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી હતી . રાજીવકુમારે કહ્યું કે ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓ સાથે આવી રહી છે તેથી બંને પ્રદેશોની રાજકીય , સામાજિક અને ભૌગોલિક સ્થિતિને લઇને તમામ નિર્ણયો કરાશે .ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલે હમણાં એક સમારોહમાં કહ્યું હતું કે ચૂંટણી 10,12 દિવસ વહેલી આવી શકે છે.CR પાટીલે એ પણ ચોખવટ કરી હતી કે મને એવું લાગી રહ્યું છે કે થોડી વહેલી આવશે.ચૂંટણી પંચ જ તારીખો જાહેર કરશે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!