27.9 C
Kadi
Thursday, December 1, 2022

ANCHOR – VIDEO – વડાપ્રધાન 100 કરોડના ખર્ચે તૈયાર થયેલી વંદે ભારત ટ્રેનને આપશે લીલીઝંડી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને 30મી તારીખે અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 30મી તારીખે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને આ ટ્રેનને દેશને સમર્પિત કરશે.આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈશ્વણ, રેલવે રાજ્ય મંત્રી દર્શન જરદોશ પણ હાજર રહેશે. આ અગાઉ વંદે ભારત ટ્રેન દિલ્હીના બે રૂટ પર ચાલી રહી છે અને તેમાં કેન્દ્ર સરકારને સફળતા મળી છે ત્યારે હવે આ હાઇ સ્પીડ ટ્રેન ગુજરાતમાં પણ દોડતી જોવા મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં લગભગ 2000 કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. માર્ચ 2002માં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ વખત શરુ થનારી આ ટ્રેન KAVACH ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘનાઓને અટકાવી શકાય તે પ્રમાણે ટેક્નિક વિકસવામાં આવી છે.

આ ટેક્નિક ભારત દેશમાં જ વિક્સિત કરવામાં આવી છે જેના કારણે તેનો ખર્ચ પણ ખુબ જ ઓછો થયો છે. સ્વદેશી સેમી હાઇ સ્પીડ ટ્રેન માત્ર 52 સેકેંડમાં જ 0 થી લઈને 100 કિમિ પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઈડિંગ ફૂટસ્ટેપ્સ, ટચ ફ્રી સ્લાઈડિંગ ડોરની સાથે સ્વસંચાલિત પ્લગ દરવાજાઓ લગાવવામાં આવ્યા છે.

વંદે ભારત ટ્રેનનો ખર્ચ માત્ર રૂપિયા 100 કરોડ જેટલો થયો છે અને આ ટ્રેન મેક ઈન ઇન્ડિયા દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને સિસ્ટમને વિકસાવવામાં આવી છે. આ ટ્રેન ભારતમાં નિર્માણ અને ડિઝાઇન કરવામાં આવી છે. ભારત સરકારનું લક્ષ્ય છે કે આવતા વર્ષે ઓગસ્ટ સુધીમાં દેશભરમાં 75 જેટલી વંદે ભારત ટ્રેન દોડવાનુ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!