17.9 C
Kadi
Wednesday, November 30, 2022

રાજકોટના બલભવામાં બાળકોના રાસગરબાની રમઝટ: હોંશે હોંશે ભૂલકાઓ ગરબે ઘૂમ્યા


દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના બાલભવન ખાતે ફકત નાના ભૂલકાઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ફકત નાના ભૂલકંઓ માટેજ કરવામા આવે છે અને ફકત નાના ભૂલકાઓ જ ઓરકેસ્ટ્રાનાં તાલ પર ઝૂમે છે. કોરોના બાદ ત્રણ વર્ષ પછી બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન)નાં માર્ગદર્શન હેઠળ બાલભવનનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ તથા બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે તા.26/09/2022 થી તા.05/10/2022 બાલભવનનાં વિશાળ જોકર ગ્રાઉન્ડમાં ઓરકેસ્ટ્રા સાઝ ઔર આવાજનાં તાલે રાત્રે 8:30 થી 11:30 દરમ્યાન 5 થી 10 વર્ષ (ગૃપ-એ) 11 થી 16 વર્ષ (ગૃપ-બી) પ્રમાણે સીઝન પાસ ધરાવતા બાળ ખેલૈયાઓએ ગરબા-ડાંડિયારાસની રમઝટ બોલાવી સાથે સનેડો, ભાઇભાઇ અને ટોટોડાનાં તાલમાં પણ ઝુમ્યા તથા બાલભવનની ખાસ કૃતિ વંદે માતરમ્ તો બાળકોની સાથે ઉપસ્થિત તમામ મહેમાનો-વાલીઓનાં મનમાં વસી ગઇ. રોજેરોજ 40 જેટલા બાળકોને પ્રિન્સ/પ્રિન્સેસ જાહેર કરી ઇનામ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવતી પરંપરા આ વર્ષે પણ જળવાઇ રહી તથા ડેઇલી પાસ ધરાવતા બાળકોમાંથી પણ વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયા.પ્રથમ નોરતે સુશીલાબેન જોષી, સ્મિતાબેન ઝાલા, રેણુકાબેન યાજ્ઞિક, આવૃતિબેન નાણાવટી, રંજનબેન પોપટ, માલાબેન કુંડલિયા, અંકુરજી સહિતના મહેમાનોએ ર્માં જગદંબાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરી તેમજ નિર્ણાયકો પુજાબેન ધોળકીયા, પૂર્વીબેન વાગડિયા, કોમલબેન ઉપાધ્યાયએ 400 જેટલા ભુલકાઓમાંથી 40 જેટલા બાળકોને આજનાં પ્રિન્સ/પ્રિન્સેસનાં ચયન માટેની કપરી ભૂમિકા અદા કરી. બાલભવન રાજકોટનાં મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) સાથે માનવંતા મહેમાનોનાં હસ્તે તમામ વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું. બાલભવન રાજકોટનાં ઓફિસ સુપ્રીન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસનાં મેનેજમેન્ટ સાથે કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્યાસ દ્વારા કરાયું હતું.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!