17.9 C
Kadi
Wednesday, November 30, 2022

હેરિટેજ સીટી : અમદાવાદ શહેરની બેસ્ટ હેરિટેજ વોકના એવોર્ડની હેટ્રિક 


અમદાવાદ શહેરના લોકો પોતાના શહેરનું ગૌરવ લઇ શકે તેવી વધુ એક સિદ્ધિ આ શહેરને પ્રાપ્ત થઇ છે. અમદાવાદ શહેર દિવસે દિવસે વધી રહ્યું છે. અમદાવાદ શહેરને ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નેશનલ ટુરિઝમ એવોર્ડમાં બેસ્ટ હેરીટેજ એવોર્ડ  અને બેસ્ટ હેરિટેજ વોક અમે બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા ટુરિઝમ ક્ષેત્રે વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે ટુરિઝમ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે અમદવાદને બેસ્ટ નેશનલ ટુરિઝમ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સતત ત્રીજા વર્ષે મળતા સીટીએ નોંધાવી હતી હેટ્રિક. નોંધનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમારે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.આ એવોર્ડની જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓફિસિયલ ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. આ બંને એવોર્ડની હેટ્રિકથી અમદાવાદના લોકો માટે ગૌરવની ક્ષણ અને અભિનંદન.  ભારત પ્રવાસના વિભાગ આ એવોર્ડ માટે પ્રવાસી સ્થળ, હોટેલ, રેસ્ટોરા તેમજ હોમ સ્ટેટ જેવી માળખાકીય સુવધાઓ માટે એરોપોર્ટ, રેલવે સ્ટેશન અને સિવિક મેનેજમેન્ટ જેવી કેટગરીઓ રાખવામાં આવે છે જેમાંથી શહેરને પસંદ કરવામાં આવે છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!