20.9 C
Kadi
Monday, November 28, 2022

અંકલેશ્વર માં વિદ્યાર્થીઓ થી ભરેલ સ્કૂલ રિક્ષાએ પલ્ટી મારતા બે બાળકો ઇજાગ્રસ્ત


અંકલેશ્વર-દિવા રોડ પર સ્કૂલ રીક્ષા પલટી જતા અકસ્માત,બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે,તેવામાં અંકલેશ્વર ખાતે આજે સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી,આ ઘટના અંકલેશ્વરના દિવા રોડ વિસ્તારમાં સર્જાઈ હતી,જે બાદ આસપાસ ઉપસ્થિત લોકોમાં પણ ભારે નાશ ભાગ મચી હતી, અંકલેશ્વર ના દિવા રોડ વિસ્તારમાં આજે સવારે એક સ્કૂલ રીક્ષા ને અકસ્માત નડ્યો હતો,

જેમાં બે જેટલા વિદ્યાર્થીઓ ને નાની મોટી ઇજાઓ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે,જે બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અંકલેશ્વરની ખાનગી સ્કૂલ ના બાળકોને લાવવા અને મૂકી જતા સ્કૂલ રિક્ષાના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો,બે કાબુ બનેલ રીક્ષા રોડ ની બાજુ ના ખાડા માં પલ્ટી ખાતા રીક્ષા માં સવાર વિદ્યાર્થીઓના જીવ એક સમયે ટાળવે ચોટયા હતા,

અકસ્માત ની ઘટના બાદ આસપાસ ઉપસ્થિત લોકો સ્થળ પર દોડી ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડી મામલે અંકલેશ્વર પોલીસને જાણ કરવાની તજવીજ હાથધરી હતી,


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!