26.3 C
Kadi
Wednesday, November 30, 2022

ઈન્ટેક સંસ્થા દ્વારા તા. ૧ થી ૩ ઓક્ટોબર “ચાલો ચરખા ચલાવીએ” અભિયાન અંતર્ગત રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વર્કશોપનું આયોજન


ઈન્ટેક સંસ્થા દ્વારા તા. ૧ થી ૩ ઓક્ટોબર “ચાલો ચરખા ચલાવીએ” અભિયાન અંતર્ગત રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વર્કશોપનું આયોજન ચરખો કાંતીને દેશમાં ક્રાંતિ લાવવાનું ભગીરથ કાર્ય પૂ. ગાંધીજીએ કર્યું હતું. ચરખો કાંતવાની પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવાના આશયથી ઈન્ટેક સંસ્થા રાજકોટ દ્વારા આગામી તા.૧ થી ૩ ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટ ખાતે પાયલોટ પ્રોજેક્ટના ભાગ રૂપે ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ કલાક દરમિયાન વિવિધ પ્રકારના ચરખા અંગેની લોકોને જાણકારી આપવામાં આવશે. તેમજ પેટી ચરખાનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેને કાંતવા અંગેની તાલિમ આપવામાં આવશે, તેમજ સાંપ્રત સમયમાં હર ઘર ચરખા અભિયાનને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. ચાલો ચલાવીયે ચરખા વર્કશોપનું સંચાલન દિપાલીબેન રાજ્યગુરૂ અને તેમની ટીમના સભ્યો દ્વારા કરવામાં આવશે. આ વર્કશોપમાં જોડાવા ઈચ્છતા લોકોએ તેમનું નામ, સરનામું, ઉંમર અને કોન્ટેક્ટ નંબર સાથે મેઈલ આઈ. ડી. intachrajkot@gmail.com પર અથવા ૭૮૫૯૯૩૩૭૯૧ નંબર પર મેસેજ કરીને રજીસ્ટ્રેશન કરાવવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!