17.9 C
Kadi
Wednesday, November 30, 2022

સાચું શું ? ૨૫ કરોડથી વધુની કિમતની નકલી નોટો એમ્બ્યુલન્સમાંથી ઝડપાઈ : કેહવાયું વેબ સીરીઝના શુટિંગ માટે લઈ જવાય છે


સુરતના કામરેજમાંથી ૨૫.૮૦ કરોડની કાગળની નકલી ચલણી નોટનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આટલા મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટ ઝડપાતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે, તપાસ દરમિયાન ફિલ્મના શુટીંગ માટે આ નકલી નોટનો જથ્થો ભાવનગરથી મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ અંગે જાણવા જોગ ફરિયાદ નોંધી આરબીઆઇ પાસેથી સલાહ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરશે. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે કામરેજમાંથી રૂપિયા ૨૫.૮૦ કરોડની નકલી ચલણી નોટોનો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઉભા થયા હતા. કામરેજના નવી પારડી ખાતે આવેલી રાજ હોટલ પાસે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી નકલી નોટો ઝડપાઇ હતી.એમ્બ્યુલન્સમાં બે હજારની નકલી નોટો ભાવનગરથી લાવવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આરબીઆઈના અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને વિગતો માંગી છે આ મામલે કોઈ કાર્યવાહી થઈ શકે છે કે કેમ? નકલી નોટો પર RBIની જગ્યાએ ભારતીય રિસિવ બેંક લખવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે, આ નકલી ચલણી નોટો ફિલ્મની શૂટિંગ માટે ભાવનગરથી લાવવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!