17.9 C
Kadi
Wednesday, November 30, 2022

ખુશખબર / દીવાળી પહેલા મોદી સરકારે આપી મોટી ભેટ, નાની બચત યોજના પર વ્યાજ દરમાં વધારો


સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં 30 બીપીએસ સુધીનો વધારો કર્યો છે. સરકારે ગુરુવારે વધતી જતી મોંઘવારી અને વધતા વ્યાજ દરોને ધ્યાનમાં રાખીને કેટલીક નાની બચત યોજનાઓ પરના દરોમાં 30 બેસિસ પોઈન્ટ્સ (bps) સુધીનો વધારો કર્યો છે. આ વધારો તાજેતરના બીજા વ્યાજ દરોમાં થયેલા વધારાસાથે સંરેખિત કરવા માટે કરવામાં આવ્યો છે.

આ ફેરફાર બાદ પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓના વ્યાજદરમાં ફેરફાર થશે. ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD પરનું વ્યાજ વર્તમાન 5.5 ટકાથી વધીને 5.8 ટકા થશે. આ વધારો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે છે.

કઈ યોજનામાં કેટલું વ્યાજ મળશે

નાણા મંત્રાલયની એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે વરિષ્ઠ નાગરિક બચત યોજના ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળા દરમિયાન 7.4 ટકાના વર્તમાન દરથી 20 બેસિસ પોઈન્ટ વધુ 7.6 ટકા વ્યાજ દર મળશે. કિસાન ક્રેડિટ કાર્ડમાં પણ સરકારે ઘણા ફેરફાર કર્યા છે. સરકારે તેનો કાર્યકાળ અને વ્યાજદર બંનેમાં સુધારો કર્યો છે. જો કે સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSC પર ઓફર કરવામાં આવતા વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

વરિષ્ઠ નાગરિક બચત યોજના માટે વ્યાજ દર 7.4 ટકાથી વધારીને 7.6 ટકા, કિસાન વિકાસ પત્ર માટે 6.9 ટકાથી 7 ટકા અને બેથી ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ જમા માટે પણ વધારવામાં આવ્યો છે. જો કે સામાન્ય બચત થાપણો, એક થી પાંચ વર્ષની FD, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NCS), સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના પર પહેલાની જેમ વ્યાજ મળતું રહેશે. માસિક આવક ખાતા યોજના (Monthly Income Scheme) માટે વ્યાજ દર પણ વર્તમાન 6.6% થી વધારીને 6.7% કરવામાં આવ્યો છે.

2019 પછી વ્યાજદરમાં વધારો કરાયો

છેલ્લી લોકસભા ચૂંટણી પહેલા 2019ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર પછી પહેલીવાર નાની બચતના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. 2020 ના એપ્રિલ-જૂન ક્વાર્ટર પછી દરોમાં કોઈ ફેરફાર થયો નથી.

રિઝર્વ બેંકે મેથી બેન્ચમાર્ક ધિરાણ દરમાં 140 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તેના પછી બેંકોને થાપણો પર વ્યાજ દર વધારવાનું દબાણ વધી ગયું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!