27.9 C
Kadi
Thursday, December 1, 2022

દિવાળી પહેલા Royal Enfield Bullet 350 ખરીદવાનો પ્લાન, 10,849 રૂપિયા ચૂકવીને ઘરે લાવો આ બાઇક


ભારતીય બજારમાં તહેવારોની સિઝનમાં ઓટોમોબાઇલ માર્કેટમાં પણ એક અનેક જ રોનક જોવા મળે છે.. લોકો પણ પોતાના ઘરે વ્હીકલના રૂપમાં નવું સદસ્ય આવે તેવું આયોજન કરે છે. તો સાથે કંપનીઓ પણ નવરાત્રી અને દિવાળીના અવસર પર ગ્રાહકોને શાનદાર ઓફર્સ આપે છે. જો તમે પણ દિવાળી પહેલા લક્ઝુરિયસ રોયલ એનફિલ્ડ બાઇક ખરીદવા માંગો છો, તો બુલેટ 350 એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1,90,092 રૂપિયા છે. પરંતુ માત્ર રૂ. 10,849 ચૂકવીને તમે આ અદ્ભુત બાઇકને તમારા ઘરની સુંદરતા બનાવી શકો છો. એટલા માટે અમે તમારા માટે એક શાનદાર પ્લાન લઈને આવ્યા છીએ, જેથી તમે આ બાઇક સરળતાથી ખરીદી શકો.

બુલેટ 350: રૂ.10,849માં ખરીદો

અહીં અમે તમને Royal Enfield Bullet 350 ના Redditch સિંગલ ચેનલ ABS વેરિઅન્ટ વિશે જણાવી રહ્યા છીએ. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 1,90,092 રૂપિયા છે જ્યારે ઓન-રોડ કિંમત 2,16,973 રૂપિયા છે. તેમાં આરટીઓના વિવિધ શુલ્ક અને વ્યાપક વીમા પૉલિસીનો ખર્ચ પણ સામેલ છે. પરંતુ તમારે આટલી મોટી રકમ ખર્ચવાની જરૂર નથી, કારણ કે 10,849 રૂપિયાથી તમે બુલેટ 350 ખરીદી શકો છો.

બુલેટ 350: EMI ઑફર્સ

એવા ઘણા કસ્ટમર છે જેઓ Royal Enfield Bullet 350 ખરીદવા માંગે છે પરંતુ બજેટને કારણે ખરીદી શકતા નથી. જણાવી દઈએ કે બુલેટ 350 બાઇક ફાઇનાન્સ પર ખરીદી શકાય છે. તમે તેને સરળ ડાઉન પેમેન્ટ અને માસિક હપ્તા સાથે દિવાળી પહેલા ખરીદી શકો છો. બજારમાં ઘણા EMI પ્લાન ઉપલબ્ધ છે, જે તમને બુલેટ 350 ખરીદવામાં મદદ કરી શકે છે. તમે રોયલ એનફિલ્ડ ડીલરશીપ અથવા ઓનલાઈન સાઈટ પર ઈએમઆઈ ઓફર ચેક કરી શકો છો.

બુલેટ 350: ખરીદવાનો પ્લાન

બજારમાં Royal Enfield Bullet 350 ની ઓન-રોડ કિંમત ₹2,16,973 થી શરૂ થાય છે. જો તમે રૂ. 10,849ના ડાઉન પેમેન્ટ સાથે બુલેટ 350 ખરીદો છો, તો તમારે દર મહિને રૂ. 7,357ની EMI ચૂકવવી પડશે. જેમાં ફાઈનાન્સર કંપની 3 વર્ષ માટે 2,06,124 રૂપિયાની લોન આપશે. લોન પર વાર્ષિક 9.5 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે. કસ્ટમરે 3 વર્ષમાં 58,728 રૂપિયાના વ્યાજ સાથે કુલ 2,75,701 રૂપિયા ચૂકવવા પડશે.

બુલેટ 350: સ્પેશિફિકેશન અને ફિચર્સ

Royal Enfield Bullet 350 ના સ્પેસિફિકેશન અને ફીચર્સ વિશે વાત કરીએ તો, આ બાઇક 6 વર્ઝન અને 15 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં 349 સીસી એન્જિનનો પાવર છે અને આ બાઇક 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. બુલેટ 350 બાઇક એક લિટર પેટ્રોલ પર 34.5 કિમીનું અંતર કાપી શકે છે. બાઇકની બંને બાજુ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. આ બાઇક સિંગલ ચેનલ એબીએસથી સજ્જ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!