27.9 C
Kadi
Thursday, December 1, 2022

અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ માનનો બે દિવસનો આ છે સમગ્ર કાર્યક્રમ


અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ માનનો બે દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ માહિતી આપતા જણાવ્યું કે, આવતીકાલે 1 સપ્ટેમ્બર ના રોજ આમ આદમી પાર્ટીના ચાર દિગ્ગજ નેતાઓ ગુજરાત પધારી રહ્યા છે. આવતીકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાતની મુલાકાત લેશે. આ સાથે સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી અને રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ-પ્રભારી રાઘવ ચડ્ડા પણ ગુજરાત પધારી રહ્યા છે.

આવતીકાલે 1 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માન કચ્છ ખાતે એક જંગી જનસભાને સંબોધિત કરશે. ગાંધીધામના ડીટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં બપોરે 12:00 વાગે સભાને સંબોધિત કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢના જોશીપુરામાં ખલીલપુર રોડ પરના ખોડલ ફાર્મ ખાતે બપોરે 3:00 વાગે એક મોટી જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માનજી રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરશે. અરવિંદ કેજરીવાલજી તથા ભગવંત માનજી બીજા દિવસે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરની એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ  કોલેજના ગ્રાઉન્ડમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ ખેડબ્રહ્મામાં ઉંદવા, શ્યામનગરના મારુતિ સર્વિસ સ્ટેશન પાછળ એક મોટી જાહેર સભાને સંબોધિત કરશે.

સાથે સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચડ્ડાજી અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરવા પધારી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી પણ પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!