27.9 C
Kadi
Thursday, December 1, 2022

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ : અમદાવાદમાં નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે ગઈકાલે પીએમ મોદીએ સુરત અને ભાવનગરમાં રોડ શૉ કર્યા બાદ વિકાસકર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે ગાંધીનગરથી વંદે ભારતને અને અમદાવાદમાં મેટ્રો રેલને લીલીઝંડી આપી હતી. આજે અમદાવાદ ખાતે સંબોધન કર્યું હતું. આ તકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેજ પર પહોંચ્યા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા. આત્મનિર્ભર ભારત માટે આજે ખુબ જ મોટો દિવસ છે – પીએમ મોદી. મારા માટે આ ગૌરવની ક્ષણ છે. વંદે ભારત કરતા 100 ગણો વિમાનમાં અવાજ આવે છે. કાલુપુર રેલવે સ્ટેશનથી હું કાલુપુર મેટ્રો ટ્રેન પહોંચ્યો અને ત્યાંથી હું સીધો જ થલતેજ પોહ્ચ્યો તેમ પીએમ મોદીએ કહ્યું હતું. વંદે ભારતની રફ્તારનો આનંદ માણ્યો હતો.

મેટ્રોની ગતિ એટલી તેજ છે કે હું મારા શેડ્યુઅલ કાર્યક્રમથી 20 મિનિટ વહેલા પહોંચ્યો હતો. આપણા શહેરને વિકસિત કરવાની જરુરુ છે. અમદાવાદમાં આટલો મોટો જનસાગર મેં પ્રથમ વખત જોયો. અમદાવાદીઓને મેટ્રો શું છે તેની બરોબર જાણ છે. 21મી સદીના ભારતને દેશના શહેરોથી નવી ગતિ મળવાની છે. ઘણા વર્ષો પહેલા મેં કરેલ વિચાર આજે સાકાર થઇ રહ્યો દેખાય છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું સંબોધન

અમદાવાદના મેટ્રો ટ્રેન ફેઝ 1ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સંભોધન કરવામાં આવ્યું હતું. સીએમ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદના નાગરિકો માટે આનંદનો અવસર આજે છે. ગુજરાતમાં ગરીબ, ગ્રામીણ તેમજ સૌને જોડવાની યોજનાઓ બનાવી છે તેમ કહ્યું હતું. બીજી તરફ ગુજરાતને ડબલ એન્જીન સરકારથી ફાયદો થયો છે. પ્રધાનમંત્રીએ પ્રબળ શક્તિ અને વિકાસની રાજનીતિથી ગુજરાતનો વિકાસ કર્યો છે તેમ સીએમએ કહ્યું હતું. આ ઉપરાંત ઉડાન સેવાથી સામાન્ય નાગરિક હવાઈ મુસાફરી કરી શકે તેવી કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે તેમ સીએમએ જણાવ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!