26.3 C
Kadi
Wednesday, November 30, 2022

કડીના બુડાસણ ખાતે જમીન વિવાદમાં થોડાક મહિનાઓ પૂર્વે 2 આધેડની હત્યા થઈ હતી, આરોપી ન પકડાતા પરિવાર બેઠો ઉપવાસ પર


જમીન વિવાદમાં બે લોકોના કરુણ મોત નિપજ્યાં હતાં

બુડાસણ ખાતે અઢી મહિના પૂર્વે જમીન વિવાદમાં માથાકૂટ થઈ હતી

કડી તાલુકાના બુડાસણ ગામના વતની અને અમદાવાદ ખાતે રહેતા સુખદેવભાઈ શુકલ ને વારસદારો દ્વારા જમીન વેચાણ આપી હતી અને દસ્તાવેજો કરી ન આપતાં કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે વારસદારો દ્વારા સુખદેવભાઈની જાણ બહાર જમીન અન્ય ઇસમોને વેચી મારી હતી સુખદેવભાઈ દ્વારા જમીનનો દસ્તાવેજ કરી આપવાની વાત કરતા કેટલાક ઈસમો દ્વારા ઉશ્કેરાઈ જઈને ધોકા અને પાઈપો વડે હુમલો કરાતા સુખદેવભાઇનુ મોત નિપજ્યું હતું અને મૃતકના ભાઈ તેમજ ખેત મજુરને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં

જ્યાં કડી પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી

કડી તાલુકાના બુડાસણ ખાતે સર્વે નં 291 અને 292 નો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો જ્યાં સુખદેવભાઈ શુકલને જમીન વેચાણ આપી હતી બાદમાં વારસદારો દ્વારા કલોલના રાજેશ પટેલેને સુખદેવભાઈ શુકલના વારસદારો દ્વારા દસ્તાવેજ કરી આપતાં કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો બુડાસણની જમીન વિવાદમાં જમીન સ્થળ ઉપર આજથી અઢી મહિના પૂર્વે માથાકુટ થઇ હતી જેમાં સુખદેવભાઈ શુકલ નું મોત નીપજ્યું હતું અને બાદમાં ઇજાગ્રસ્ત તેમના ભાઈ લાબી સારવાર બાદ ગૌતમભાઈ શુકનનું મોત નિપજ્યું હતું જ્યાં કડી પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!