26.3 C
Kadi
Wednesday, November 30, 2022

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-B૨ ના રિજીયન ચેરમેન શ્રી હિમાંશુભાઈ ખમાર ની આગેવાની હેઠળ રિજીયન કોન્ફરન્સ નું આયોજન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કડી તાલુકા નું ઉદઘાટન.


તાં: ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ કડી ના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને નગર સેવક શ્રી હિમાંશુભાઈ ખમાર ની આગેવાની હેઠળ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-B૨ ની રીજીયન ૬ ની અંત્યોદય રીજીયન કોન્ફરન્સ નું સર્વ વિદ્યાલય ના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન કરાયુ. કોન્ફરન્સ નું ઉદ્ઘાટન district Governor લયાન અનિલ અગ્રવાલ દ્વારા કરવામાં આવી.જેમાંઆપણાં કડી ના પનોતા પુત્ર શ્રી નીતિનભાઈ પટેલ એ વિડિયો દ્વારા શુભેચ્છા અને ગૂજરાત ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી એ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ કોન્ફરન્સ માં રીજીયન માં આવતી કડી, છત્રાલ, કલોલ વિસ્તાર માં આવતી ક્લબ એ તેમના દ્વારા કરેલ સેવાકિય પ્રવુત્તિ નું પરેડ દ્વારા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગૂજરાત રાજ્ય ના ભારતીય જનતા પક્ષ ના મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ આ સભા ને સંબોધી તેમના હસ્તે ઇન્ડિયન રેડ સોસાયટી કડી નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સમારંભ ના કી નોટ સ્પીકર સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના ચેરમેન શ્રી વલ્લભભાઈ દ્વારા અંત્યોદય ઉપર મનનીય પ્રવચન આપવામાં આવ્યુ હતું. મેહસાણા ડિસ્ટ્રિક્ટ બેંક ના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, કડી ના ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, મેહસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પરમાર, ફર્સ્ટ પી. ડી. જી કમલેશભાઈ શાહ, સેકંડ પી.ડી. જી લયાન વિકાસ જૈન અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિનોદભાઈ અને બાલમુકુન્દ શાહએ હાજરી આપી હતી . અંત્યોદય રીજીયન કોન્ફરન્સ સફળતા પૂર્વક સંપન થઈ હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!