26.3 C
Kadi
Wednesday, November 30, 2022

મહેસાણાના કસલપુરમાં ONGCના વેલ પર ભેદી ધડાકા બાદ ગેસ લીકેજ, લોકોને આખો તેમજ ગળામાં બળતરા થવા લાગતા દોડધામ મચી.


મહેસાણા તાલુકા પાસે આવેલા કસલપુર ગામની સીમમાં ONGCના વેલ પર રાત્રી દરમિયાન ભેદી ધડાકો થયો હતો. જે બાદ ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. ઘટનાને પગલે ગામના લોકોની આખોમાં તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી. જેથી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. હાલમાં ગામની અંદર આરોગ્ય વિભાગની ટીમોએ સર્વે ચાલુ કર્યો છે. તેમજ ONGC વેલ પર જવાના તમામ માર્ગો બંધ કરી દેવાયા છે.

રાત્રે 12 કલાક પછી એકાએક ધડાકો થયો
કસલપુર ગામ પાસે આવેલી ONGC વેલમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન એકાએક લીકેજ થતા ગેસવાયુ સમગ્ર પંથકમાં ફેલાઈ ગયો હતો. જે મામલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં ઘટના સ્થળે તંત્રની તમામ ટીમો દોડી આવી છે.

લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી
કસલપુર ગામની સીમમાં ONGC વેલ પર રાત્રે 12 કલાકે ભેદી ધડાકો થયો હતો. ગામના ભગવતી બેને જણાવ્યું કે, રાત્રે બધા સુતા હતા ત્યારે ધડાકા જેવો અવાજ આવ્યો હતો બાદમાં આંખો ખેંચાવા લાગી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા. તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી એટલે અમે આગી રાત જાગ્યા હતા. જે બાદ હોસ્પિટલમાં દવા લેવા આવ્યાં છીએ. હાલમાં અમને દર લાગી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, ઘટનાને લઇ ગામમાં બુમો પડી હતી. બાળકોથી લઇ મોટી ઉંમરના તમામ લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ છે.

લોકોમાં ભયનો માહોલ
 રાત્રે એકાએક મોટો ધડકો થતા ગામના લોકો જાગી ગયા હતા. બાદમાં જાણવા મળ્યું કે લાઈન તૂટી એનો ગેસ ફેલાયો હતો. જેથી લોકોમાં ગભરામણ થવા લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ તકલીફના કારણે ઘણા લોકો ખેતરોમાં ભાગી ગયા હતા. ઘટનાને લઇ આખું ગામ રાત્રે જાગ્યું હતું.
લિકેજનું પ્રેસર 40 થી 50 ફૂટ
ગામના સરપંચ કાંતિ ચાવડાએ જણાવ્યું કે, રાત્રે 1 કલાકે ONGC વેલમાં મોટો બ્લાસ્ટ થયો હતો. વેલ પર કામગીરી ચાલતી હતી ત્યારે મોટો ધડાકો થયો જે બાદ ગેસ લીકેજ થયો હતો. ગામના લોકો પર અસર થતા તંત્રને જાણ કરવામાં આવી હતી. હાલમાં ગેસ થોડો ઘટ્યો છે, પરંતુ પ્રેસર 40 થી 50 ફૂટ ઉપર ચાલી રહ્યું છે.
કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લેવી જોઈએ: ધારાસભ્ય
MLA ભરતજીએ જણાવ્યું કે, અહીંયા ONGCનો જે પોઇન્ટ આવેલો છે ત્યાં રાત્રે ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. આજુબાજુના 2 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ઉભા પણ ના રહી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ONGCની ટીમો કામે લાગી છે. પરંતુ હજુ કોઈ કન્ટ્રોલ આવ્યો નથી. 4 કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાઈ રહ્યો છે. ઘટનાની કલેક્ટર રૂબરૂ મુલાકાત લેવી જોઈએ ઘટના મોટી છે. હાલમાં નજીકના 10 થી 12 ગામો સાંથલ જોતાના સહિતના ગામોમાં આ અસર જોવા મળી રહી છે.

વેલ પર જવાના માર્ગો બંધ
સમગ્ર ઘટના પગલે પોલીસ અને ONGC ના કર્મીઓ દ્વારા વેલ પર જવા ના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે. લીકેજના કારણે 2 કિલોમીટર અંદર કોઈ પ્રવેશ કરે તો એ વ્યક્તિને ગળા અને આંખો બળવાની સમય સર્જાઈ છે તેમજ કોઈ જાનહાનિ ન થાય એ માટે માર્ગો બંધ કરી દેવામાં આવ્યાં છે.
આરોગ્ય વિભાગે ગામોમાં સર્વે ચાલુ કર્યો
મહેસાણા આરોગ્ય વિભાગમાં કરજ બજાવતા ડો વિનોદ પટેલે જણાવ્યું કે, હાલના કસલપુર ગામના 4 ટીમો કામે લાગી છે, સર્વે ચાલુ છે. એ ઉપરાંત જોટાણામાં પણ આરોગ્યની ટીમો કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 70 દર્દીઓને અસર થઈ છે અને હજુ પણ સર્વે મુજબ દર્દીઓને તકલિફ સામે આવે તો તેઓને સારવાર આપવામાં આવી છે. તેમજ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યાં સુધી પરિસ્થિતિ કાબુમાં ન આવે ત્યા સુધી ટીમો કામે લાગી રહેશે. તેમજ હડતાળ પર ગયેલા કર્મીઓ પણ ફરજ પર આવી કામે લાગ્યાં છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!