26.3 C
Kadi
Wednesday, November 30, 2022

સૌરાષ્ટ્ર – કચ્છમાં નવરાત્રીમાં અર્વાચીન ગરબાની ધૂમ, સોમવારે હવનાષ્ટમીના યોજાશે હોમ-હવન


સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે. મા જગદંબાની આરાધનાનું આ મહાપર્વનું આજે  છઠ્ઠું નોરતું છે. ત્યારે સોમવારે હવનાષ્ટમી, મંગળવારે નવમું નોરતું અને બુધવારે વીજ્યા દશમી એટલે કે દશેરાની ઉજવણી કરવામાં આવશે. નવ દિવસ ચાલનારા આ આ મહાપર્વ દરમીયાન દરરોજ મા ચાચરના ચોકમાં ગરબી પધરાવી ભક્તિ વંદના સાથે મા અંબાની આરતી કરવામાં આવે છે તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ નવ દિવસની અર્વાચીન ગરબીમાં ભાગ લેનાર બાળાઓને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવે છે તેમજ આ દરેક બાળાઓને નવમા નોરતે ગંગોત્રી સ્કૂલ પરિવાર તરફથી લ્હાણી પણ આપવામાં આવે છે.

ત્યારે સમગ્ર  સૌરાષ્ટ્ર સહીત કચ્છમાં નાની બાળાઓ દ્વારા ગરબા રમી મા જગદંબાની આરાધના કરવામાં આવે છે. તેમજ આ અર્વાચીન રાસ-ગરબાની પરંપરા જાળવી રાખવામાં આવે છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પરંપરા મોટા પાયે જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને નાના ગામડાઓમાં આ પરંપરા જોવા મળી રહી છે. આ તહેવાર દરમીયાન મા જગદંબાના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. માના ગરબા ગાઈ શક્તીની ઉપાસના  કરાવામાં આવે છે. તેમજ શ્રી રામે રાવણ પર મેળવેલા વીજયની યાદમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. દશેરાના દીવસે શ્રીરામ દ્વારા રાવણનો વધ કરી અસત્ય પર સત્યની જીતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેથી વીજ્યાદશમી સ્વરૂપ  આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. 

ત્યારે હાલ આ અર્વાચીન રાસ-ગરબાની પરંપરા વચ્ચે હાલ યુવાઓ દ્વારા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને આ પ્રકારનું આયોજન મોટા શહેરોમાં કરવામાં આવે છે. તેમજ અનેક સ્થળે લોકો દ્વારા શેરી ગરબાનું આયોજન કરી મા જગદંબાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. 


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!