26.3 C
Kadi
Wednesday, November 30, 2022

બારડોલીમાં પાંચમાં નોરતે તલવારબાજી કરી માતાજીની આરાધના કરાઈ : જુઓ તસ્વીરો


માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યાં છે . ત્યારે માતાજી ના પાંચમા નોરતે  સુરત જિલ્લા ના બારડોલી ખાતે શક્તિ ના ઉપાસક એવા રાજપૂત સમાજ દ્વારા  અનોખું આયોજન કરાયું હતું . બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા  બારડોલી માં ચાલી રહેલ લોટસ ગરબા મેદાન ખાતે ભવ્ય તલવાર બાજી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિ ની ઉપાસના કરતા આવેલ  રાજપૂત સમાજ ના દીકરા દીકરીઓ દ્વારા વીરતા ભર્યું કાર્યક્રમ નું આયોજન  કરાયું હતું .  દક્ષિણ ગુજરાત માં ખાસ કરી ને ગરબા મહોત્સવ દરમિયાન ગ્રામ્ય કક્ષા એ પ્રથમ વાર આવું ભવ્ય આયોજન બારડોલી વિભાગ રાજપૂત સમાજ અને બારડોલી વિભાગ રાજપૂત  યુવા સંગઠન ટિમ દ્વારા કરાયું હતું. કે જેમાં 501 જેટલા દીકરા દીકરી ઓ એ એક સાથે તલવારબાજી કરતબો કર્યા હતા. યુવાનો યુવતીઓ એ માતાજી ના સ્થાનક પાસે તલવાર બાજી કરેલા કરતબથી સૌ ને મુગ્ધ પણ કરી દીધા હતા. તલવારબાજી માં યુવકો સાથે યુવતીઓ માં પણ એજ ઉત્સાહ સુરવીરતા  તલવાર બાજી ના કરતબોમાં જોવા મળી હતી . સામાન્ય રીતે શુરવીરતા અને શક્તિ ની ઉપાસના રાજપૂતો ની આગવી ઓળખ રહી છે . ત્યારે સમગ્ર સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાત માંથી આવેલા રાજપૂત સમાજ ના નાના ભૂલકાં ઓ , યુવાનો ,  દિલધડક તલવારબાજી કરતબ કર્યા હતા . સુરત જિલ્લા ના વિવિધ ગામો માંથી  રાજપૂત સમાજ ના   યુવતીઓ , નાના બાળકો  અને યુવકો પણ મોટી સંખ્યા માં જોડાયા હતા. દિવસો થી મહેનત કરી ને તલવારબાજી ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. સામાન્ય રીતે નવરાત્રી માં આ પ્રકાર નું ભવ્ય તલવારબાજી નું  આયોજન કરી રાજપૂત સમાજ ના શ્રેષ્ઠ સંગઠન નું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!