27.9 C
Kadi
Thursday, December 1, 2022

PFIના નિશાના પર હતા RSSના પાંચ નેતાઓ, કેન્દ્રએ આપી Y શ્રેણીની સુરક્ષા


પોપ્યુલર ડેમોક્રેટિક ફ્રન્ટ (PFI)થી કેરળના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેરળના 5 RSS નેતાઓને કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. તાજેતરમાં ધરપકડ કરાયેલા કેટલાક PFI નેતાઓની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે RSSના ઘણા નેતાઓ તેમના નિશાના પર હતા.

RSSના 5 નેતાઓ માટે Y શ્રેણીની સુરક્ષા

એવું કહેવામાં આવી રહ્યું છે કે NIA અને IBના રિપોર્ટના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેરળના પાંચ RSS નેતાઓને Y શ્રેણીની સુરક્ષા આપી છે. હવે આ નેતાઓની સુરક્ષામાં અર્ધલશ્કરી દળના કમાન્ડો તૈનાત રહેશે. સૂત્રોનું માનીએ તો PFI નેતાઓ પાસેથી એક યાદી મળી છે, જેમાં RSSના ઘણા નેતાઓના નામ લખ્યા હતા.

PFI નેતાઓ પર દરોડા દરમિયાન થયા મહત્વના ખુલાસા

કેન્દ્ર સરકારે આગામી 5 વર્ષ માટે PFI પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં જ NIAએ દેશભરમાં PFIના સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. 22 સપ્ટેમ્બરે, PFI સભ્ય મોહમ્મદ બશીર પર દરોડા દરમિયાન, NIAને RSS નેતાઓની યાદી મળી, જેમાં RSSના પાંચ નેતાઓને મારી નાંખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પછી સુરક્ષા એજન્સીઓ આરએસએસ નેતાઓની સુરક્ષાને લઈને ઘણી સતર્ક થઈ ગઈ હતી. આ કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાંચ નેતાઓને Y શ્રેણીની સુરક્ષા આપી છે.

ન્યાયાધીશો, પોલીસ અધિકારીઓ અને યહૂદીઓને નિશાન બનાવવાનું હતું ષડયંત્ર 

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) કથિત રીતે હાઈકોર્ટના ન્યાયાધીશો, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, અહમદિયા મુસ્લિમો અને તમિલનાડુની મુલાકાત લેતા વિદેશીઓ, ખાસ કરીને યહૂદીઓને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું. તેમણે કહ્યું કે દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજોમાં PFIના 2047 સુધીના રોડમેપ વિશે પણ જાણવા મળ્યું છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!