17.9 C
Kadi
Wednesday, November 30, 2022

કડીની રાજદીપ સોસાયટી ભવ્ય વેશભૂષા સાથે ખેલૈયાઓ ગરબે ઝુમી ઉઠ્યા


બે વર્ષ કોરોના કાળના બાદ કડી શહેરમાં વિવિધ સોસાયટીઓ તેમજ શેરીઓની અંદર નવરાત્રિનો રંગ જામતો જાય છે. કડીમાં નવરાત્રિનો તહેવાર રંગ સગ જમાવતી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ કડી શહેરની વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિના પાંચમા નોરતે વિવિધ વેશભૂષા ધારણ કરીને ખેલૈયાઓ ગરબે ઝૂમી ઊઠ્યાં હતાં.

કડીના કરણનગર રોડ ઉપર આવેલા રાજદીપ સોસાયટી માં ખેલૈયાઓ અલગ અલગ વેશભુષા ધારણ કરીને ગરબે ઝુમી ઉઠ્યાં હતાં. કરણનગર રોડ પર આવેલ રાજદીપ સોસાયટીમાં યુવક, યુવતીઓ તેમજ બાળકોએ મીરાબાઈ ભગવાન શંકર, ભારતમાતા, રબારીનો પહેરવેશ, ગણપતિ,રાજસ્થાની પહેરવેશ, પંજાબી પહેરવેશ કાશ્મીર જેવા પહેરવેશથી સજી ધજી ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝુમી ઉઠ્યાં હતા. પાંચમા નોરતે માતાજીની આરતી કરીને ખેલૈયાઓ નવરાત્રિના રંગમાં રંગાઈ ગયાં હતાં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!