26.3 C
Kadi
Wednesday, November 30, 2022

વેરાવળના ખારવાવાડમાંથી ચરસના પેકેટ મળી આવ્યા, એસઓજીએ જપ્ત કર્યા પેકેટ


ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ વારંવાર દરિયા કિનારે બની રહી છે ત્યારે વેરાવળના ખારવાવાડમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે. એસઓજી દ્વારા ચરસના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે. 
મોટા શહેરો ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ ચરસના પેકેટ પકડાઈ રહ્યા છે. પોલીસ-એસઓજી દ્વારા પણ ડ્રગ્સ ઝડપી પાડવા માટે સઘન કામગિરી કરવામાં આવી રહી છે. આ પ્રકારની કાર્યવાહીને લઈને પોલીસે લાલ આંખ કરી છે. 

જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ આ પ્રકારે ડ્રગ્સની ઘટનાઓ સામે આવી રહી છે. ગીર સોમનાથ, વેરાવળના ખારવાવાડમાંથી ચરસના પેકેટ મામલે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દરીયા કિનારે તણાઈને આવેલા ચરસના પેકેડ છુપાઈને રાખ્યા હતા. એસઓજીને તેની બાતમી મળતા બાતમીના આધારે ગીર સોમનાથ વેરાવળ પાસે તેમણે ત્યાં પહોંચી ચરસના પેકેટ ઝડપી પાડ્યા હતા. 

ગુજરાતમાં મોટા શહેરોમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આ વખતે વેરાવળ વિસ્તારમાંથી આ પેકેટ ઝડપાયા હતા. જો કે ગઈકાલે ગુજરાતમાં સુરતથી ડ્રગ્સ ઝડપાયું હતું. સુરતના સારોલી ખાતેથી1 કરોડ 60 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. મુંબઈથી એક શખ્સ સુરત ડ્રગ્સ લઈને આવ્યો હતો.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!