મોરબીના હોસ્પિટલ ફીડરમાં મેન્ટેનન્સને પગલે રવિવારે અડધો દિવસ વીજકાપ રહેશે
મોરબી શહેરમાં રવિવારે નવી લાઈનનું કામ તેમજ નવા ટીસી ઉભું કરવાની કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો ખોરવાશે હોસ્પિટલ ફીડરમાં મેન્ટેનન્સને પગલે પાવર સપ્લાય બંધ રહેશે તેમ પીજીવીસીએલની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તા.૦૨ ઓક્ટોબરને રવિવારના રોજ નવા લાઈન કામ તથા નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તથા લાઈન મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી હોસ્પીટલ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.
જેથી આ ફીડરમા આવતા વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી પાર્ક, રામ પાર્ક, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ સોસાયટી, સંજય સોસાયટી, ત્રિમૂર્ત સોસાયટી, દશા શ્રીમાળી વાડી, જલારામ મંદિર તથા સાવસર પ્લોટ વિસ્તારની તમામ હોસ્પિટલ વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.