26.3 C
Kadi
Wednesday, November 30, 2022

મોરબી શહેરમાં અર્વાચીન ગરબાના આયોજકોને GST વિભાગનું તેડું, આયોજકો ચિતામાં


મોરબી શહેરમાં અર્વાચીન ગરબાના આયોજકોને GST વિભાગનું તેડું

                નવરાત્રીમાં ખેલૈયાઓને અર્વાચીન ગરબાના તાલે ઝૂમાવવા આયોજનો થયા છે અને બે વર્ષ બાદ આ રીતે પાસ વિતરિત કરીને રાસોત્સવ યોજનારા નવરાત્રી સંચાલકો જીએસટી વિભાગના ધ્યાનમાં આવયા છે અને નોરતા દરમિયાન તાકીદ કરવામાં આવી છે કે તેમણે કરેલા પાસનું વિતરણ અને અન્ય આયોજન જીએસટીના ધારા ધોરણો મુજબ થઇ રહ્યું છે કે કેમ તે તમામ માહિતી નિર્ધારિત સમયમાં રજૂ જીએસટી વિભાગે તેડું આપ્યું છે.

                મોરબી સહિત હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે.જેમાં નાની બાળાઓ થી માંડી મોટેરાઓ ગરબે જુમાતા જોવા મળે છે જેમાં આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા પાસ આધારિત ગરબા આયોજનને જીએસટીમાં સમાવી લેવાતા ચાલુ નોરતાએ આયોજકોને પણ જીએસટી કચેરી ગરબે જુમતા જોવા મળશે નોરતા ચાલુ હોય ત્યારે જીએસટી વિભાગે પણ જાણે ગરબા આયોજકોને ગરબે રમાડવાનું નક્કી કર્યું હોય તેમ મોરબીમાં પાસ આધારિત અલગ અલગ ગરબા આયોજકોને હિસાબો રજુ કરવા આદેશ કર્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે

                કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે પાસ આધારિત ગરબાને જીએસટીમાં લીધા છે તે મુજબના ક્રાઈટેરિયામાં આવે છે કે કેમ તે અંગે તપાસ અર્થે બોલાવ્યા છે સાથે સાથે તેઓએ ગરબા આયોજકોને પાસ કેટલી રકમમાં વેચે છે તે અંગેની નિભાવેલું રજીસ્ટર અથવા અન્ય હિસાબ અંગેની માહિતી રજૂ કરવા સુચના આપી છે. આગામી દિવસોમાં તમામ પાસ આધારિત ગરબા આયોજકોને માહિતી જમા કરાવવાની સુચના મોરબી જીએસટી વિભાગના સહાયક કમિશ્નર દ્વારા આપવામાં આવી છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!