17.9 C
Kadi
Wednesday, November 30, 2022

પાટણ તાલુકા ના નોરતા ગામે વી.સી.ઈ કર્મચારી ઓની બેઠક યોજાઇ


પાટણ તાલુકાના નોરતા ગામે વી.સી.કર્મચારી ઓની બેઠક યોજાઇ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોક ઉપયોગી સેવાઓ મળી રહે તે માટેના આવકના દાખલ રેશનકાર્ડની કામગીરી , ગ્રામ પંચાયતમાં થાય તે માટે સરકારે નિર્ણય કર્યો છે . પરંતુ બીજી તરફ આ સમગ્ર કામગીરીનો જેના ઉપર મદાર છે . તેવા ગામ પંચાયતમાં સેવા આપતા વી . સી . ઇ કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે . ત્યારે આજરોજ પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે પાટણ જિલ્લાના તમામ વિ . સી . ઇ કર્મચારીઓની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં વી . સી . ઇ કર્મચારી મંડળ ના ઉપપ્રમુખ રામેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું . કે ( ૧ ) માનદ વેતન નક્કી કરવામાં જેમાં ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા VCE કર્મચારી મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ ઠાકોર જણાવ્યું હતું . કે છેલ્લા છ વર્ષથી VCE કર્મચારીઓ પોતાની પડતર માગણીઓની રજૂઆત સરકાર સામે કરી રહ્યા છે . જેમાં ખાસ કરીને ( ૨ ) જોબ સિક્યુરિટી આપવામાં આવે ( ૩ ) વીમા કવચ આપવામાં આવે આ ત્રણ મુખ્ય માંગણીઓ છે . આ માંગણીઓને લઈને પંચાયત થી પાર્લામેન્ટ સુધી અનેક આવેદનપત્રો આપવામાં આવ્યા છે . અને રજૂઆતો કરવામાં આવી છે . પરંતુ આ બાબતે આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક જવાબ મળ્યો નથી . આ કર્મચારીઓને હાલમાં માત્ર 1500 રૂપિયા જેટલું કમિશન મળે છે . પાટણ જિલ્લામાં હાલમાં 467 વી . સી . ઇ આ સેવામાં જોડાયલા છે . સાથે સાથે સરકારની ઇગ્રામ સોસાયટીમાં 125 કરોડ વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવે છે . જેમાં ઇગ્રામ મેનેજર , ડી . એલ . ઇ અને ટી . એલ . ઇ ને માનદ વેતન આપવામાં આવે છે . પરંતુ આજ સોસાયટીમાં આવતા વી . સી . ઇ સાથે કેમ ઓરમાયું વર્તન કેમ તે પણ પ્રશ્ન છે . છેલ્લા 24 દિવસ થી VCE કર્મચારીની હડતાળ ચાલુ છે . જેના કારણે આવક નાદાખલ , લાઈટબીલ , ૭/૧૨ , ૮ અ ના ઉતારા , ઓનલાઈન ડેટા એન્ટ્રી અને મગફળીનું રજિસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવે છે . ત્યારે હાલમાં ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે . આ બેઠકમાં પ્રદેશ સંગઠન મંત્રી રામજીજી ઠાકોર , પ્રમુખ હર્ષદભાઈ પટેલ , રમેશભાઈ ઠાકોર ઉપપ્રમુખ , મકશીભાઈ રબારી મંત્રી , 9 તાલુકા પ્રમુખ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા . આ સાથે સાથે સરપંચ સંગઠન દ્વારા વી . સી . ઇ ને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!