27.9 C
Kadi
Thursday, December 1, 2022

પાટણ જીલ્લાના સમી તાલુકા ની હાઇસ્કુલ ખાતે નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી


પાટણ જીલ્લાની સમી તાલુકા ની પ્રેમચંદભાઇ રા પરમાર હાઇસ્કૂલમાં નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી લ્હાણી અને ઇનામો દ્વારા ખેલૈયાઓનું સન્માન માં દુર્ગાના નવ રૂપોની આરાધનાનો ઉત્સવ એટલે નવરાત્રી . આસો માસની નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરવાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તે અંતગર્ત વિધાર્થીઓ પણ આપણી સંસ્કૃતિ જાણે તે હેતુથી આજરોજ પ્રેમચંદભાઈ રા પરમાર હાઈસ્કૂલમાં નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી . જેમા શાળાના સૌ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર લાવ્યા હતા . ઉપરોક્ત કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજીધજીને માં ના નવલા નોરતા રમ્યા હતા . કાર્યક્રમની શરૂઆતમાં આદ્યશક્તિ માં અંબેમાની આરતી , ગરબા , લ્હાણીનું વિતરણ અને ત્યારબાદ સુંદર ગરબા રમતા 14 ખેલૈયા વિજેતા વિદ્યાર્થીઓને શાળાના દાતાશ્રીઓના સહકારથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને અંતમા નાસ્તોની વ્યવસ્થા કરવામાં આવી હતી . આ પ્રસંગે શાળાના ઇ . આચાર્યશ્રી સંજયભાઈ ઠાકોરે જગત જનની જગદંબાને પ્રાર્થના કરી હતી કે અમને સૌને શક્તિરૂપે આત્મબળ આપજે , શક્તિરૂપે સુખ – સંપત્તિ આપજે , સરસ્વતી રૂપે સદ્ગુદ્ધિ અને સતકાર્ય કરવાની પ્રેરણા આપજે , હે માં અમારાથી મન – વચન – કર્મથી કોઈ ભૂલ થઈ હોય તો તારા બાળ સમજી માફ કરજે તેવુ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું . આ પ્રસંગે શાળાના શિક્ષકશ્રી અશ્વિનભાઈ કડિયા , વિપુલભાઈ પટેલ , મહેબુબભાઇ સિપાઈ , સાહિલકુમાર વિરતીયા , બાલસગંજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહી વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેન્દ્રસિંહ સોઢા અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રવિણભાઈ નાયી એ ભારે જહેમત ઊઠાવી હતી


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!