થાનગઢમાં બસ સ્ટેન્ડ જુનાના સ્થાને નવુ બનાવવાનું કામ ચાલુ કરાયુ છે.આથી અંદાજે રૂ.1.40 કરોડના ખર્ચે 8 થી 10 મહિનામાં નવુ બસસ્ટેન્ડ તૈયાર કરવા કામગીરી હાથ ધરાઇ છે.જ્યારે આગેવાનોએ 6 જ બસ સક્રિય હોવાથી નવી ચાલુ કરાવવા માંગ કરી હતી.
….થાન તાલુકામાં ઘણા વર્ષોથી જર્જરીત થઇ ગયેલબસ સ્ટેશન નવુ બનાવવ રજૂઆત કરાઇ હતી.ત્યારે હાલ રૂ.1.40 કરોડના ખર્ચે બસસ્ટેન્ડ બનાવવાનું કામ હાથ ધરાયુ છે જે 8થી10 માસમાં તૈયાર થવાની શક્યતા છે.આ અંગે પુર્વ પાલિકા પ્રમુખ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ ભગત, પંચાલ સીરામીક સુરેશભાઈ સોમપુરા ઉપપ્રમુખ શાંતિલાલ પટેલે જણાવ્યુ કે આ અંગે સરકારને રજૂઆત કરાઇ હતી.નવુ બસસ્ટેન્ડ તો બન્યુ પરંતુ થાનગઢની અંદર લાંબા રૂટની બશો પણ ચાલુ કરવાની જરૂર છે.થાનમાં સીરેમિક ઉદ્યોગ હોવાથી શહેરની વસ્તી 48 હજાર અને ગામડાની વસ્તી પણ 50 હજાર થવા જાય છે. પણ 24 કલાકની અંદર ધાનની અંદર 6 જ બસ ચાલે છે અમુક બસ વાંકાનેર ડેપોની જો ચાલુ કરવામાં આવે તો વાંકાનેર થી જો સુરેન્દ્રનગર વાયા ચોટીલા થઈને ચાલે છે. જે 115 કિલોમીટર થાય છે જો આ જ વર્ષ વાંકાનેર વાયા થાન થઈ અને સુરેન્દ્રનગર ચલાવવામાં આવે તો 80 km થાય. સુરેન્દ્રનગર થી થાન અને વાંકાનેર મોરબી જવા માટે અને કચ્છમાં જવા માટે અત્યારે બહુ તકલીફ પડે છે. સુરેન્દ્રનગરથી વાંકાનેર તો વાંકાનેર થી થાન સિરામિકના મજૂરોને સારા એવા પ્રમાણમાં ટ્રાફિક રહે છે.વાંકાનેરથી વાયા મોરબી કચ્છ પણ જઈ શકાય આમ જો વાંકાનેર વાયા સુરેન્દ્રનગર બસો ચાલુ કરવામાં આવે તો લોકોને ઘણી સુવિધા પડે તેમ છે. બસો ચાલુ કરવામાં આવે છે પણ ગમે ત્યારે બંધ એ કરી દેવામાં આવે છે. બસ સ્ટેશન સિવાય પણ થાન હાઇસ્કુલ પાસે એક બસના ટાઈમ ટેબલનું બોર્ડ અને સફાઇ રાખવા પણ જણાવાયુ હતુ.