34.2 C
Kadi
Wednesday, March 29, 2023

પાટડી તાલુકાના ઝિંઝુવાડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો


સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝિંઝુવાડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષ સ્થાને એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રીએ રૂપિયા 17.10 લાખની નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

…આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે ઝિંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળવાથી ઝીઝુંવાડા આજુબાજુના રણકાંઠાના ગામલોકોની આરોગ્યની સુવિધામાં વધારો થશે. આ રણકાંઠાના ગામલોકોને હોસ્પિટલ પહોંચવામાં પહેલા મુશ્કેલી પડતી હતી પણ હવે આ એમ્બ્યુલન્સ આવવાથી દર્દીને ઇમરજન્સીના સમયે ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડી સારવાર કરાવી શકાશે. મંત્રીએ ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં જિલ્લાના વિવિધ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 18 જેટલી એમ્બ્યુલન્સ સાંસદને મળતી ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્યને લગતા મેડિકલના સાધનો તેમજ શિક્ષણ વિભાગમાં કમ્પ્યુટર લેબ સહિતના સાધનો શૈક્ષણિક સુવિધા માટે સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઉદુભા ઝાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઝિંઝુવાડા આજુબાજુના રણકાંઠે વસતા અગરિયાઓ માટે અનેક સુવિધાઓ પૂરી પાડી છે. હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે એવા યાત્રાધામ વચ્છરાજ બેટનો પણ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેમજ આ વિસ્તારમાં રોડ-રસ્તા સહિતના વિકાસ કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના જિલ્લા કોઓર્ડીનેટર દેવાંગ રાવલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ મકવાણા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ મુંજપરા, તાલુકા પંચાયત પ્રમુખ ધવલભાઈ પટેલ, અગ્રણી સર્વ સુરાભાઈ રબારી, સોનાજી ઠાકોર, ખેંગારભાઈ ડોડીયા, મહાવીરસિંહ ઝાલા અને મેડિકલ ઓફિસર રચના રથવી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!