તાજેતરમાં જ મેંદરડા તથા આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ બહેનોને સનાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અનુસનાતક કક્ષાના અભ્યાસ માટે બહાર જવું પડતું હતું તેથી વિદ્યાર્થીઓ બહેનોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે બહાર જવું ન પડે તેમ જ ઘર આંગણે જ અભ્યાસ કરી શકે તે માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા મેંદરડા મુકામે સ્વ શ્રી મકવાણા એપલભાઈ અમરાભાઇ એમએ સમાજશાસ્ત્ર કેન્દ્ર સમાજશાસ્ત્રની મંજૂરી આપવામાં આવી છે વિદ્યાર્થીઓ તથા બહેનોમાં હર્ષની લાગણી ફેલાય છે અનુસ્નાતક કેન્દ્ર મંજૂર કરવા બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મકવાણા કૃષ્ણકુમારભાઈ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ શ્રી ડોક્ટર ચેતન ત્રિવેદી સર્વ સિન્ડિકેટ મેમ્બર સભ્યો તથા સર્વ યુનિવર્સિટી સ્ટાફનો આભાર વ્યક્ત કરેલો હતો છેલ્લા ઘણા વર્ષોથી આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર સહિત પ્રિન્સિપાલ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે તનતોડ મહેનત કરવામાં આવેલી છે ત્યારે વધુ પ્રગતિ આ સ્કૂલ દ્વારા કરવામાં આવી