23.9 C
Kadi
Tuesday, March 28, 2023

સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.


સિહોર અને તાલુકામાં અજગરની પ્રજાતિ ગિરિમાળાઓ છોડી ખેતર તરફ પ્રયાણ કરતા અને છેલ્લા થોડા દિવસોથી ખેતરોમાં અજગરની હાજરી નોંધાતા ખેડૂતો સહીત લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સિહોરના ગૌતમેશ્વર રોડ પર આવેલ ખેતરમાં મહાકાય અજગર દેતા જીવદયા પ્રેમી યુવક અને સ્થાનિક લોકોએ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. પકડતાની સાથે જ અજગર આકુળ. વ્યાકુળ થઈ જમીન ઉપર આળોટવા માંડ્યો હતો જીવદયા પ્રેમી યુવકોએ મહામેહનતે અજગરને પકડી લઈ કોથળામાં પુરી વનવિભાગ તંત્રને જાણ કરતા કર્મચારીઓ ખેતરમાં દોડી આવ્યા હતા એને કોથળામાં પુરાચેલ અજગરને સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. સિહોર પંથકમાં થોડા દિવસો થી મહાકાચ અજગર દેખાતો હોઈ ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો અને ખેડૂતો એકલદોકલ જવાના બદલે કોઈને સાથે રાખીને ખેતરોમાં જવાનું પસંદ કરતા હતા. ખેતરમાં ચોમાસાની ત્રહતુમાં ખેતરોમાં ગાય ભેંસ, ઘેટાં બકરી જેવા હોર ઢાંખર ચરવા આવતા હોય સાથે ખેતરોના સીમાડા પણ ખેતમજૂરોથી ધમધમતા હોવાથી પશુપાલકો અને ખેતર માલિકોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે ગઈકાલે ગૌતમેશ્વર રોડ પર 6.5 ફૂટ લાંબો અજગર જોવા મળતા ગામના જીવદયા પ્રેમી યુવકો દોડો આવી અજગરને ઝડપી પાડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઝાડી ઝાંખરામાંથી ઝડપી પાડી વનવિભાગ તંત્રને સોંપી દીધો હતો.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!