ગીર સોમનાથ જીલ્લા કક્ષાની ડિસ્ટ્રીકટ કો.ઓડિનેશન અને મોનીટરીંગ કમિટી યોજાઇ સાંસદ ચુડાસમાના અધ્યક્ષસ્થાને બેઠક
ગીર સોમનાથ જિલ્લાની ડિસ્ટ્રીક્ટ વંશ, કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટિની જિલ્લા કક્ષાની બેઠક સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવન, ઈણાજ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકાર દ્વારા અમલી લોક કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદે જિલ્લા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓને લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી યોગ્ય રીતે પહોંચે અને સુચારૂ આયોજન થાય તે અંગે
કાર્યલક્ષી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ઉના ધારાસભ્ય પુંજાભાઈ તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે વિવિધ પ્રજાલક્ષી સમસ્યાઓ અંગે પ્રશ્નોત્તરી રજૂ કરી હતી.
જેના અનુસંધાને આ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાના ક્લાસ, સ્માર્ટ વર્ગો, રિપેરિંગ વગેરે તેમજ નેશનલ હેલ્થ મિશન, કસ્તુરબા પોષણ યોજના, બાળ સખા યોજના, ખેતીવાડી યોજના, કૃષિ પશુપાલન સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના કામો, રાષ્ટ્રીય સામાજીક સહાય કાર્યક્રમ, સ્વચ્છ ભારત મિશન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સોલાર રુફ ટોપ
યોજના, જેવી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકાર દ્વારા અમલી લોક કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.જી.લાલવાણી, નાયબ નિયામક ડો. ડી.એમ.પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો.એચ.કે.વાજા સહિત તાલુકા પંચાયતના પ્રમુખો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.